નમસ્તે મિત્રો..
ગુજરાત માં કોરોના મહામારી ના કારણે સરકારી ભરતી બંધ હતી. જેના લીધે યુવાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ રૂપાણી સરકાર દ્વારા હવેથી ભરતીઓ ચાલુ કરવામાં આવી રહી છે. પોલીસ કોન્સ્ટેબલ, તલાટી ની ભરતી, ફોરેસ્ટ ની ભરતી, વગેરે ચાલુ ધીમે ધીમે ચાલુ થઇ રહી છે. આવનારી ભરતીમાં કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી ભરતીઓ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં હેડ ક્લાર્ક સહિત કુલ ૬૭૩ જગ્યાઓ પર ભરતી આજે બહાર પાડવામાં આવી છે. જેમાં ૧૨ જુદા જુદા વિભાગોમાં ભરતી કરવામાં આવશે.
ક્યાં ક્યાં વિભાગોમાં કેટલી ભરતી છે ? :-
(૧) જાહેરાત ક્રમાંક :- ૧૮૬/૨૦૨૦૨૧
વિભાગ :- ગૃહ વિભાગ, નશાબંધી અને આબકારી ગાંધીનગર
પોસ્ટનું નામ :- નાયબ નિરીક્ષક
કુલ જગ્યા :- ૩૯
(૨) જાહેરાત ક્રમાંક :- ૧૮૭/૨૦૨૦૨૧
વિભાગ :- ગૃહ વિભાગ શ્રી, હોમગાર્ડસ ગાંધીનગર
પોસ્ટનું નામ :- સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રક્ટર
કુલ જગ્યા :- ૨૭
(૩) જાહેરાત ક્રમાંક :- ૧૮૮/૨૦૨૦૨૧
વિભાગ :- ગૃહવિભાગ શ્રી, હોમગાર્ડસ ગાંધીનગર
પોસ્ટનું નામ :- હવાલદાર ઇન્સ્ટ્રક્ટર
કુલ જગ્યા :- ૧૮
(૪) જાહેરાત ક્રમાંક :- ૧૮૯/૨૦૨૦૨૧
વિભાગ :- નાણા વિભાગ
પોસ્ટનુ નામ :- સબ એકાઉન્ટન્ટ અથવા સબ ઓડીટર
કુલ જગ્યા :- ૩૨૦
(૫) જાહેરાત ક્રમાંક :- ૧૯૦/૨૦૨૦૨૧
વિભાગ :- હેડ ક્લાર્ક
પોસ્ટર નું નામ :- વિવિધ ખાતાના વડાની કચેરી
કુલ જગ્યા :- જુદા જુદા વિભાગોમાં ભરતી (૧૫૭)
(૬) જાહેરાત ક્રમાંક :- ૧૯૧/૨૦૨૦૨૧
પોસ્ટનું નામ:- સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ
કુલ જગ્યા :- ૨૦
(૭) જાહેરાત ક્રમાંક :- ૧૯૩/૨૦૨૦૨૧
પોસ્ટ નું નામ :- કેમિકલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા :- ૬
(૮) જાહેરાત ક્રમાંક :- ૧૯૭/૨૦૨૦૨૧
પોસ્ટર નું નામ :- મેનેજર, ગ્રેડ - ૨
કુલ જગ્યા :- ૭
(૯) જાહેરાત ક્રમાંક :- ૧૯૨/૨૦૨૦૨૧
પોસ્ટનું નામ :- અધિક મદદનીશ ઇજનેર
કુલ જગ્યા :- ૩૭
(૧૦) જાહેરાત ક્રમાંક :- ૧૯૪/૨૦૨૦૨૧
પોસ્ટનું નામ :- બાગાયત નિરીક્ષક
કુલ જગ્યા :- ૧૨
(૧૧) જાહેરાત ક્રમાંક :- ૧૯૫/૨૦૨૦૨૧
પોસ્ટનું નામ :- સેનેટરી ઇન્સ્પેકટર
કુલ જગ્યા :- ૧૦
(૧૨) જાહેરાત ક્રમાંક :- ૧૯૬/૨૦૨૦૧
પોસ્ટનું નામ :- વાયરમેન
કુલ જગ્યા :- ૨૦
ફોર્મ ભરવાની તારીખ :-
૦૫/૦૨/૨૦૨૧ બપોરે ૨ વાગ્યા થી ૦૧/૦૩/૨૦૨૧ સુધી તમે ફોર્મ ભરી શકશો. ફોર્મ ભર્યા બાદ ચલણ ભરવાની તારીખ ૦૬/૦૩/૨૦૨૧ બપોરે ત્રણ વાગ્યા સુધી ભરી શકશો.
ફોર્મ ક્યાં ભરી શકશો ? :-
જે મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેને ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
(૧) કોઈ પણ કમ્પ્યૂટર ઓપરેટર પાસે જઈ તમે ફોર્મ ભરી શકશો..
(૨) મોબાઈલ માં પણ તમે ઓનલાઇન ફોર્મ ભરી શકશો
https://ojas.gujarat.gov.in/ પર જઈ ફોર્મ ભરી શકશો.