1 મે થી દેશભરમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો ને કોરોના વેક્સિન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કોવિડ 19 રસીકરણ માટે ત્રીજા તબક્કાની રણનીતિ નુ એલાન કરી દીધું છે. તે મુજબ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ વધુમાં વધુ થાય તે માટે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોને વેક્સિનનું ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી રસી મળી રહે તે માટે તેમને ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
રજીસ્ટ્રેશન કંઈ રીતે કરવુ ?
જો તમે 1 મે 2021 ના દિવસથી 18 વર્ષના થઈ ગયા છો તો રસી લેવા માટે તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.તમે રજીસ્ટ્રેશન કરવા કોવિન (Covin) પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સિવાય હોસ્પિટલ અથવા રસીકરણ કેન્દ્રો ઉપર પણ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા આપવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે ઓળખ પત્ર હોવું જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા શું છે ?
વેક્સિન મુકાવવા માટે તમારા મોબાઈલ નંબર ના માધ્યમથી કો-વિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પહેલા કોવિનની વેબસાઈટ નો ઉપયોગ કરો અથવા www.cowin.gov.in ઉપર લોગીન કરી શકો છો. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરો. મોબાઈલ નંબર નાખવાની સાથે જ તમારા મોબાઈલ માં એક ઓટીપી આવશે. ઓટીપી નાખી વેરીફાઈ બટન પર ક્લિક કરો. ત્યાર બાદ તમે વેક્સિનેશન ના રજીસ્ટ્રેશન પેજ પર જોડાય જશો. જેમાં તમારે ફોટો આઈડી પ્રૂફ સિલેક્ટ કરવું પડશે. ઉંમર, જાતિ જેવી જાણકારી આપી તમારું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી રજીસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે.
વેક્સિન ઉત્પાદક કંપનીઓ 50% સપ્લાઇ કેન્દ્ર સરકારને કરશે.
આવતા મહિને શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનમાં વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ દર મહિને 50% ડોઝ કેન્દ્ર સરકાર ને આપશે. જ્યારે બાકી રહેલા ડોઝ રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં સપ્લાય કરશે. રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં સપ્લાય કરવામાં આવતી વેક્સિન ની કિંમત રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર ને રસી 400 રૂપિયા પ્રતિ ડોઝ પર મળશે અને ખાનગી હોસ્પિટલો ને રસી 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવામાં આવશે.
45 થી વધુ ઉંમરના લોકોને માટે રસીકરણ ચાલુ રહેશે.
સ્વાસ્થ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર અને 45 થી વધુ ઉંમરના લોકોને રસીકરણ પહેલાની જેમ સરકારી કેન્દ્રો પર ફ્રીમાં મળતું રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા માં લેવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે દેશમાં રસીકરણ રેકોર્ડ બ્રેક ગતિએ ચાલી રહ્યું છે અને હજુ ઝડપથી રસીકરણ કરવામાં આવે.