khissu

મોંઘાદાટ રિચાર્જની વચ્ચે અંબાણી લાવ્યા સસ્તો પ્લાન, આખું વર્ષ આંખ વીચીને કોલ-ઈન્ટરનેટ વાપરો

jio ના પ્લાન મોંઘાદાટ બન્યા બાદ જો તમે પણ સસ્તો અને સારો પ્લાન શોધી રહ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમને Jioના આવા પ્લાન વિશે જણાવીશું જે લગભગ 11 મહિના એટલે કે 336 દિવસ માટે માન્ય છે અને જેની કિંમત પણ ઓછી છે.

અમે જે Jio પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 1899 રૂપિયા છે. તમને આ પ્લાન Jioની વેબસાઈટ પર ‘વેલ્યુ’ વિભાગમાં મળશે. આ સૌથી સારો અને સસ્તો પ્લાન છે જે લાંબા સમય સુધી ચાલે છે અને તેની કિંમત પણ ઓછી છે. હવે આ પ્લાનના લાભો વિશે વાત કરીએ

Jio રૂ. 1899 પ્લાન લાભો

આ પ્લાનમાં યુઝરને કુલ 24 જીબી ડેટા મળે છે. જો કે, ડેટા ખતમ થયા પછી, તમે તેને ફરીથી રિચાર્જ કરી શકો છો. આ સાથે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. 

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આનો અર્થ એ છે કે તમે કોઈપણ નેટવર્ક પર ગમે તેટલા કોલ કરી શકો છો. આ પ્લાનમાં યુઝરને 336 દિવસ એટલે કે લગભગ 11 મહિના માટે 3600 SMSની સુવિધા પણ મળે છે.

આ પ્લાનમાં યુઝરને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે સારો વિકલ્પ છે જેઓ ઓછી કિંમતે વધુ વેલિડિટી સાથે પ્લાન ઈચ્છે છે.

જે લોકોને ઓછા ડેટા અને વધુ કોલિંગની જરૂર છે તે લોકો આ પ્લાન લઈ શકે છે. તમે આ પ્લાનને Jioની ઓફિશિયલ વેબસાઈટ અથવા Google Pay, Phone Pay અથવા Paytm જેવી ઓનલાઈન પેમેન્ટ એપ પરથી રિચાર્જ કરી શકો છો.