khissu

રાહતનાં સમાચાર: ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવા છતાં પોલીસ તમારું ચલણ નહિ કાપી શકે, લાઇસન્સ રિન્યુ કરવાની તારીખમાં વધારો ક્યાં સુધી?

કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ફિટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી પ્રમાણપત્રો ને રીન્યુ કરવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. યુનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરી એ આદેશ આપ્યા છે કે તમામ ડોક્યુમેન્ટ સ્વીકાર કરવામાં આવે ભલે તે એક્સપાયર થઈ ચૂક્યા હોય. એ પણ જાણવું જરૂરી છે કે તમામ ડોક્યુમેન્ટ સપ્ટેમ્બર મહિના સુધી નહિ ચાલે. જેમ કે PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું છે તો નવું કઢાવી લેવું જરૂરી છે.

પોલીસ ચલણ નહિ કાપી શકે:- સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, વ્હીલ રજીસ્ટ્રેશન ફોર્મ, ફિટનેસ સર્ટિફિકેટની તારીખમાં વધારો કર્યો છે જેનો અર્થ છે કે તમને પોલીસ, ચેકીંગ દરમિયાન અટકાવી નહિ શકે. જો તમારી પાસે ઉપરોક્ત ડોક્યુમેન્ટ નથી તો પણ પોલીસ તમારું ચલણ નહિ કાપી શકે.

ક્યાં સુધી રાહત મળશે? 
એક્સપાયર ની મર્યાદા ફેબ્રુઆરી 2020 થી 30 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ તે જ સમયગાળો છે જેમાં કોરોના સંક્રમણ ની અસર સૌથી વધુ જોવા મળી હતી. હજુ સુધી કોરોના ની બીજી લહેરનો અંત નથી આવ્યો. એવામાં લોકોને ડોક્યુમેન્ટ રીન્યુ કરવા માટે ઘણી મૂશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. જે લોકોના ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયા હશે તેને લગભગ હજુ સુધી રીન્યુ નહિ કર્યા હોય. હવે રીન્યુ કરવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.

ગયા વર્ષે પણ આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. 
ગયા વર્ષે કોરોના સંક્રમણ ને ધ્યાને લેતા પરિવહન મંત્રાલયે આદેશો જાહેર કર્યા હતા. ગયા વર્ષે ડ્રાઈવિંગ લાયસન્સ, આર. સી. બુક, ફિટનેસ સર્ટિફિકેટ જેવા એક્સપાયર ડોક્યુમેન્ટ ની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. જે પછી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હતી. ગયા વર્ષે સરકારે તમામ દસ્તાવેજો માંથી PUC સર્ટિફિકેટ ને બાકાત રાખ્યું હતું. આમ, પ્રદૂષણ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ અપડેટ કરવા જરૂરી છે.

મોટર વ્હિકલ એક્ટ હેઠળ જો કોઈ ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવે છે તો તેને 5000 રૂપિયા દંડ ભરવાની જોગવાઈ છે. હાલ આ દંડ માંથી રાહત આપવામાં આવી છે. ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું જટિલ પ્રક્રિયા છે અને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે લગભગ 2 મહિનાનો સમય લાગે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.