રેશનકાર્ડ ધારકો માટે મહત્ત્વની માહિતી / રેશનીંગ કાર્ડ માં કોઈ વાંધો છે તો જોઈ લો

રેશનકાર્ડ ધારકો માટે મહત્ત્વની માહિતી / રેશનીંગ કાર્ડ માં કોઈ વાંધો છે તો જોઈ લો

નમસ્કાર મિત્રો,


હાલ ગુજરાતમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ ( National Food Security Act - 2013) ચાલુ છે જે અંતર્ગત ગરીબ લોકોને અનાજ આપવામાં આવે છે જે કાયદાને લઈને ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.


૧) રેશનકાર્ડ ધારકો માટે નિર્ણય 

2) રેશનકાર્ડ ધારકો ફરિયાદ નોંધાવી શકશે 

3) અનાજ નથી મળતું, પાત્રતા ધરાવો છો? ઓછું મળે છે? વગેરે માં 


આ કાયદા અનુસાર અંત્યોદય રાશનકાર્ડ ધારકો (AAY) તથા અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) ને સરકાર દ્વારા નિયત કરેલા ભાવ મુજબ અનાજ પૂરું પાડવામાં આવે છે.જે મુજબ ગામડામાં કે શહેરમાં  વ્યજબી ભાવ ની દુકાન, મધ્યાન ભોજન અને આંગણવાડી યોજના હેઠળ કોઈ પણ ફરિયાદ હોય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. રાષ્ટ્રીય અન્ન આયોગ સલામતી ૨૦૧૩ ના કાયદા (NFSA - 2013) મુજબ લાભાર્થી માં સમાવેશ ન થાય તો પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો.


રેશનકાર્ડ કે મધ્યાન ભોજન ની કોઈ પણ ફરિયાદ લાભાર્થી જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી કલેક્ટર શ્રી ને ફરિયાદ કરી શકો છો. જે ફરિયાદ તમે રૂબરૂ, ટપાલ તથા -મેઇલ દ્વારા કરી  શકશો.


જ્યારે આંગણવાડી યોજના હેઠળની કોઈ ફરીયાદ હોય તો એ તમે જિલ્લા પંચાયત ના જિલ્લા ફરિયાદી નિવારણ અધિકારીને ફરિયાદ કરી શકશો. અને હા જો તમે તેના નિર્ણય થી નાખુશ છો તો તમે એ ફરિયાદ રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય અન્ન આયોગ ને અપીલ અથવા સીધી ફરિયાદ કરી શકશો.


જે ફરિયાદ કરવા માટે નીચે આપેલા સરનામા ઉપર જઈ તમે અપીલ કરી શકશો.


જિલ્લા કક્ષાએ :- જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી શ્રી કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી.


રાજ્ય કક્ષાએ :- માન, અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય અન્ન આયોગ, અન્ન ભવન, ટાઉન હોલ ની બાજુમાં સેકટર ૧૭ ગાંધીનગર,


જો ફરિયાદ -મેઈલ ના માધ્યમ થી કરવાં માંગો છો તો E-mail નીચે મુજબ છે. 


Email id :- sfc-gujarat@gujarat.gov.in



આ માહિતી ગુજરાતનાં દરેક લોકો જાણી શકે તે માટે તમારાં ગ્રુપ માં શેર કરો અને Khissu Aplication ડાઉન લોડ કરો.