પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રૂપાણી સરકારનાં પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ગઇકાલે એટલે કે ત્રીજી ઓગસ્ટે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઓગસ્ટ મહિનાના અનાજનું વિતરણ શરૂ કરાવશે.
હાલ રાજ્યમાં રાશન વિતરણ કાર્ય દર મહિનાના બીજા અઠવાડિયે શરૂ થાય છે. પરંતુ ઓગસ્ટ મહિનાનું PGKY નુ અનાજ ત્રણ તારીખથી અપાશે અને 15મી ઓગસ્ટ બાદ રેગ્યુલર અનાજ પણ મળશે. હાલ જુલાઈ મહિનાનું વિતરણ શરૂ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું અનાજ મે મહિનાથી આપવામા આવી રહ્યું છે. જે નવેમ્બર 2021 સુધી અપાશે. જે અંતર્ગત રાજ્યના 71 લાખ કાર્ડ ધારકોને કુટુંબમાં વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા લેખે એક સરખું પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. રાજ્યમાં આ યોજના હેઠળ દર મહિને 1.20 લાખ ટન ઘઉ અને 50 હજાર ટન ચોખાનું વિતરણ થાય છે.
રાજ્યભરના ગરીબ રેશનકાર્ડ ધારકોની જન્માષ્ટમી બગડવાની છે. કારણ કે સરકાર દ્વારા જન્માષ્ટમી સહિતના તહેવારો ઉપર અપાતા કપાસિયા ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો કરી દેવાયો છે.
જિલ્લા પૂરવઠા કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ તહેવારોમાં B.P.L., અંત્યોદય અને P.H.H. રેશનકાર્ડ ધારકોને અપાતું રિફાઈન્ડ કપાસિયા તેલનાં એક લીટર પાઉચનાં રૂ. 50 થી વધારીને 93 રૂપિયા કરી દેવાયા છે. આથી ગરીબ રેશનકાર્ડ ધારકોને આ વર્ષેની જન્માષ્ટમીની ઉજવણી કરવી મોંઘી પડશે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશન ને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
- આભાર...