khissu

છેલ્લીવાર લાભ લઈ લો, બજેટ પછી રેશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય,જાણો શું?

નમસ્કાર મિત્રો, થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું હતું જે બજેટ પરથી રેશનકાર્ડને લઈને મોટી માહિતી મળી છે. માહિતી મુજબ રેશનકાર્ડમાં મળતો મફત લાભ હવે આ છેલ્લા મહિના પૂરતો જ હશે.

  • બજેટ પછી રેશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય 
  • માર્ચ મહિના પછી નહીં મળે લાભ
  • વર્ષ 2020 થી મળતો હતો લાભ

માર્ચ 2020થી મળે છે મફત અનાજ
કામદાર વર્ગને રાહત આપવા માટે સરકારે માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી હતી, જે યોજના મુજબ ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે. જોકે દેશના ૮૦ કરોડથી વધારે લોકોએ આ યોજના અંતર્ગત મફત અનાજ પણ મેળવ્યું છે. સાથે સાથે કોરોના મહામારી દરમિયાન સસ્તા દરે પણ અનાજ આપવામાં આવ્યું હતું.

માર્ચ મહિના પછી મફત અનાજ નહિ મળે.
કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે 2020થી લઇને 2022ના માર્ચ મહિના સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. જેમની અવધિ હવે પૂર્ણ થવા જઈ રહી છે. સાથે કેન્દ્ર સરકારે વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે તેમાં પણ આ યોજના અંતર્ગત કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેમને કારણે માર્ચ મહિના પછી ગરીબ લોકોને મફત અનાજ મળવા પાત્ર રહેશે નહીં

ગુજરાતમાં મળતું હતું 5 કિલો મફત અનાજ
કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત ગુજરાતના એન.એફ.એસ.એ ના રેશનકાર્ડ ધારકોને પાંચ કિલો વધારાનું મફત અનાજ મળતું હતું. જે અનાજ હવે માત્ર માર્ચ મહિના દરમિયાન જ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મળશે નહીં.

ગુજરાત સરકારનું અનાજ વિતરણ ક્યારે થશે?
હાલમાં માર્ચ મહિનો ચાલુ થઇ ચૂક્યો છે, જોકે 10 માર્ચ પછી અનાજનું વિતરણ ગુજરાતમાં ચાલુ થઈ શકે છે, પરંતુ અમુક દુકાનો પર અનાજનો જથ્થો ઉપલબ્ધ નથી એટલે એવા જિલ્લાઓમાં થોડું મોડું અનાજ વિતરણ ચાલુ થઈ શકે છે.

ગુજરાત સરકારના અનાજ વિતરણ સાથે કેન્દ્ર સરકારનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધારાનું પાંચ કિલો અનાજ મળે છે એનું વિતરણ પણ ચાલુ થઇ જશે.