અમદાવાદ રિવરફ્રન્ટ માં શરૂ થઈ નવી રાઈડ, લોકો આ રાઈડ માટે ખૂબ આતુર થઈ રહ્યા છે.

અમદાવાદ રિવરફ્રન્ટ માં શરૂ થઈ નવી રાઈડ, લોકો આ રાઈડ માટે ખૂબ આતુર થઈ રહ્યા છે.

આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હોમટાઉન અમદાવાદ દિવસે ને દિવસે એક સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યું છે. અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર થોડા દિવસોમાં ઘણી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં c-પ્લેન નો પણ સમાવેશ થાય છે અને હવે ક્રુઝ બોટ ની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.


સમાર્ટસીટી એવા અમદાવાદ શહેરમાં આવેલા રિવરફ્રન્ટ ના વલ્લભ સદન ખાતે હવે ક્રુઝ બોટ ની સુવિધા પણ શરૂ કરાઇ છે જેમાં લોકો હવે ક્રુઝ બોટિંગ નો આનંદ માણી શકશે. ક્રુઝ બોટને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને પહેલી વાર ક્રુઝ બોટમાં બેસવાની આતુરતા જોવા મળે છે.


આ ક્રુઝ બોટમાં એક સાથે ૬૦ લોકો મુસાફરી કરી શકે છે. જેમાં બોટિંગ નો સમય ૧૫ થી ૨૦ મિનિટનો રહેશે. તેમાં ટીકીટ નો દર ૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. બોટની સ્પીડ ૮૦ કિલોમીટર/કલાક છે. બોટમાં લોકો આકર્ષક લાઈટીંગ અને મ્યુઝિક નો પણ આનંદ મેળવી શકશે. આ ક્રુઝ બોટમાં પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી શકાય તેવી વિચારણા થઈ રહી છે.