સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી એ કરી મોટી જાહેરાત : એક વર્ષમાં બધા જ ટોલ પ્લાઝા બંધ કરવામાં આવશે

સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી એ કરી મોટી જાહેરાત : એક વર્ષમાં બધા જ ટોલ પ્લાઝા બંધ કરવામાં આવશે

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટી જાહેરાત કરી હતી. નીતિન ગડકરીએ કહ્યું જણાવ્યું હતું કે સરકાર એક વર્ષમાં બધા ટોલ પ્લાઝા ને હટાવવા પર કામ કરી રહી છે. આવનાર સમયમાં લોકોને એટલા જ પૈસા ભરવા પડશે જેટલી તે મુસાફરી કરે છે. 

નીતિન ગડકરીએ કહ્યું હતું કે જો હવે ટોલ પ્લાઝા કાઢી નાખશું તો રસ્તાઓ બનાવવા વાળી કંપની વળતર માંગશે, પરંતુ એક વર્ષની અંદર દેશમાંથી બધા ટોલ પ્લાઝા કાઢી નાખવાની રણનીતિ પર સરકાર અત્યારે કામ કરી રહી છે. વધુમાં નીતિન ગડકરીએ કહ્યું કે હાઇવે પર જ્યારે તમે ચડશો ત્યારે કેમેરામાં તમારો ફોટો લેવામાં આવશે અને જ્યાં તમે હાઇવે પરથી ઉતરશો ત્યાં તમારો ફોટો લેવામાં આવશે તેવી જીપીએસ સિસ્ટમ મૂકવામાં આવશે.

વાત જાણે એમ હતી કે અમરોહથી બીએસપી સાંસદ દાનીશ અલીએ ગઢ મુક્તેશ્વર પાસે ટોલ પ્લાઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવામાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે અગાઉની સરકારમાં સડક યોજનાઓના ભાગરૂપે ઘણા બધા ટોલ પ્લાઝા બનાવ્યા છે. જે ખોટું છે અને લોકો પર અન્યાય છે. 

ઘણા લાંબા સમયથી ટોલ પ્લાઝના કારણે ટ્રાફિક જામ મુસાફરોને પડતી મુશ્કેલી એ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં સરકારે બધા નેશનલ હાઇવે પર ફાસ્ટેગ ની સુવિધા લાગૂ કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે શહેરની નજીક જ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યાં છે, જેથી લોકોને અન્યાય થાય છે. આવા ટોલ પ્લાઝામાં ચોરીઓ ખુલ્લે આમ થાય છે, એટલે સરકાર ની એ યોજના છે કે આવતા વર્ષે બધા જ ટોલ પ્લાઝા કાઢી નાખવામાં આવે.

આ બધા સવાલોની વચ્ચે નીતિન ગડકરીએ જણાવ્યું કે રાયપુર થી વિશાખાપટ્ટનમ વચ્ચે ગ્રીન હાઇવે ને મંજુરી મળી ગઈ છે અને કામ શરૂ થઈ ગયું છે. લગભગ દોઢ વર્ષમાં કામ પૂરું થઈ જશે જેનો ફાયદો રાજ્યના લોકોને થાશે.

FASTTAG ને લઈને નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવેથી ફાસ્ટેગ પેટ્રોલ પંપ પર પણ ઉપલબ્ધ થશે અને આ યોજના દેશભરમાં લાગુ કરવાની છે. બીજી યોજના એ પણ છે કે ગ્રાહક આ કાર્ડનો ઉપયોગ પેટ્રોલ ખરીદવા અને પાર્કિંગ સુવિધાઓનો ચાર્જ ચૂકવવામાં પણ કરી શકશે.