જાણીતાં હવામાન આગાહી કાર અશોકભાઈ પટેલે આજથી 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદના ક્યાં રાઉન્ડ અને ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઇને મોટી આગાહી કરી છે.
તેમણે જણાવ્યું છે કે આગામી 15 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદના રાઉન્ડ શરૂ રહેવાની શક્યતા છે. જો કે ઘણા વિસ્તારોમાં 1 થી વધુ રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
હાલમાં એક અપર એર સાક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં છે. E સિવાય ઓફ શોર્ટ ટ્રેક ગુજરાતના દરિયા કિનારાથી લઇને કર્ણાટકનાં દરિયાકિનારા સુધી છે. જેના કારણે હાલમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
આગામી દિવસોમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાથી ગુજરાત તરફ 3.1 કિમી સુધી બહોળું સર્ક્યુલેશન જોવા મળશે. અમુક દીવસે ઇસ્ટ વેસ્ટ સિયર ઝોન જે ગુજરાત નજીકથી ઓડિશા સુધી જોવા મળશે.
આ સિવાય 4.5 કિમી થી લઈને 5.8 કિમીના લેવલે અમુક દીવસે તેના પવનો ગુજરાત રાજ્યના વિસ્તારોને ફાયદો પણ આપી શકે છે. આવા વિવિધ પરિબળોનાં લીધે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતના કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ 15 જુલાઈ સુધી શરૂ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.