રોયલ એનફિલ્ડે તેની નવી બાઇકની બતાવી ઝલક, ટૂંક સમયમાં લૉન્ચ થશે આ શાનદાર મોડલ

રોયલ એનફિલ્ડે તેની નવી બાઇકની બતાવી ઝલક, ટૂંક સમયમાં લૉન્ચ થશે આ શાનદાર મોડલ

લોકપ્રિય બાઇક ઉત્પાદક Royal Enfield ભારતીય બજારમાં કેટલીક નવી બાઇકો લાવવા જઇ રહી છે. આ બાઈકમાંથી એક Royal Enfield Super Meteor 650 હશે, જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ટેસ્ટિંગ દરમિયાન લીક થયેલી તસવીરોને કારણે ફેન્સ આ બાઇકની રાહ જોઈ રહ્યા છે. હવે Royal Enfield એ Super Meteor 650 ની ટીઝર ઇમેજ રિલીઝ કરી છે, જે ટૂંક સમયમાં બાઇક લૉન્ચ થવાનો સંકેત આપે છે. કંપનીની આ તસવીરમાં મોટરસાઇકલનો પાછળનો લુક બતાવવામાં આવ્યો છે. આ બાઇક પાછળના ભાગથી જોવામાં આવે તો તે એકદમ અદભૂત લાગે છે.

ટીઝરમાં માત્ર મોટરસાઈકલનો પાછળનો ભાગ જ જોઈ શકાય છે. તેમાં LED ટેલ લેમ્પ મળે છે જે Meteor 350 જેવો જ છે. આ સાથે ટ્વીન એક્ઝોસ્ટ અને સ્પ્લિટ સીટો દેખાય છે. આરામદાયક અનુભવ માટે બાઇકને વિશાળ હેન્ડલબાર આપવા જોઈએ. તેનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર Meteor 350 અને Scrum 411 જેવું જ છે. ટીઝરમાં ટ્રિપર નેવિગેશન સિસ્ટમ પણ દેખાઈ રહી છે.

ક્યારે થશે લોન્ચ 
Royal Enfield 5 નવી મોટરસાઇકલ પર કામ કરી રહી છે. સુપર મીટીઅર 650 આમાંથી પહેલા લોન્ચ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાઇક 8 નવેમ્બરથી યોજાનાર ઇન્ટરનેશનલ મોટરસાઇકલ એન્ડ એક્સેસરીઝ એક્ઝિબિશન (EICMA)માં રજૂ કરવામાં આવનાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રોયલ એનફિલ્ડે આગામી મોટરસાઇકલ માટે ડીલરશિપ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને તે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં લોન્ચ થઈ શકે છે.


એન્જિન અને પાવર
Super Meteor 650 એક ક્રુઝર મોટરસાઇકલ હશે, જેને Interceptor 650 અને Continental 650થી ઉપર લાવવામાં આવશે. જો કે, આ બંને બાઇકમાં એન્જિન ઉપલબ્ધ હશે. આ 648 cc, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ, ફોર-સ્ટ્રોક, પેરેલલ-ટ્વીન એન્જિન 47 hp પાવર અને 52 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેમાં સ્લિપ અને આસિસ્ટ ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ મળશે.