RR નો સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી આઈપીએલ સિઝન ૨૦૨૧ માંથી બહાર, જાણો કારણ??

RR નો સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી આઈપીએલ સિઝન ૨૦૨૧ માંથી બહાર, જાણો કારણ??

12 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે ટીમના ટૂર્નામેન્ટના ઓપનીગ મેચમાં રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સને આંગળીની ઇજા થતાં આઈપીએલ 2021 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે આ એક નોંધપાત્ર આંચકો છે, જે ગયા સીઝનમાં આઠમા સ્થાને સમાપ્ત થયી હતી. તેઓ જોફ્રા આર્ચરની સેવા પહેલાથી જ હાથની ઈજાના કારણે ગુમાવી રહ્યા છે હાલ માં જોફરાની ઈજાની કોઈ સમાચાર નથી. 

સ્ટોક્સ, જેમણે પાછલી સીઝનની ( IPL૨૦૨૦ ની ) લીગ તબક્કાની છ રમતો પણ ગુમાવી દીધી હતી, જ્યારે તે તેમના માંદગી પિતા સાથે ન્યુઝીલેન્ડ ગયો હતો. હવે તે ભારતમા જ રહેશે અને તેમની ટીમ ને મહત્વનો ટેકો પૂરો પાડશે અને ટીમ સાથેજ રહશે. બેન સ્ટોક્સ હવે આ આઈપીએલ સીઝની એક પણ મેચ રમી શકશે નહિ.

2020 ની આવૃત્તિમાં સ્ટોક્સને વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, તેમણે ઇંગ્લેન્ડને 2019 નાં વર્લ્ડ કપના પ્રથમ ખિતાબ માટે ન્યુઝીલેન્ડ સામે બેટ અને બોલ થી શાનદાર પરદર્શન કર્યું હતું જેથી તેમને ફાઇનલ મુકાબલામાં મેન ઓફ ધ મેચ થી નવાજવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હેડિંગલેમાં એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે એક મહત્વની ઇનિંગ્સ રમ્યો હતો. આમ કરવાથી, સ્ટોક્સે ભારતના વિરાટ કોહલીનો એવોર્ડ જીતવા માટેના ત્રણ વર્ષના પ્રબળ દાવાને સમાપ્ત કર્યો અને 2005 માં એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ પછીનો તે પ્રથમ અંગ્રેજી ખેલાડી બન્યો, જેને વિશ્વના સર્વશ્રેષ્ઠ સમકાલીન ખેલાડી તરીકે ગણવામાં આવે છે.

રોયલ્સ ટીમમાં ડેવિડ મિલર અને લીમ લિવિંગસ્ટોન બેકઅપ વિદેશી બેટ્સમેન છે. ફ્રેન્ચાઇઝીએ પુષ્ટિ આપી કે તેઓ ઇંગ્લેન્ડના સ્ટાર બેન સ્ટોક્સના રીપલેસ્મેન્ટ માટે હજી શોધ કરી રહ્યા છે.

પંજાબ કિંગ્સ સામે પ્રારંભિક મુકાબલો હારી ગયેલી રાજસ્થાન રોયલ્સનો ગુરુવારે (15 એપ્રિલે ) દિલ્હીની કેપિટલ્સ ની સામે આઇપીએલ ૨૦૨૧ ની ૭ મી મેચ રમશે.