રાહત/ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 50,000 રૂપિયા મળશે...

રાહત/ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 50,000 રૂપિયા મળશે...

કોરોનાની ગતિ હવે ધીમી પડી ગઈ છે, પરંતુ જયારે કોરોનાં મહામારી દેશમાં શરૂ હતી ત્યારે ઘણા લોકોએ તેમના પરિવારો ગુમાવ્યા હતા. જેથી કેન્દ્ર સરકારે આ લોકો માટે વળતરની રકમ જાહેર કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે કોરોના દરમિયાન મૃતકોના પરિવારને સરકાર 50 હજારનું વળતર આપવામાં આવે.

પીડિત પરિવારને 50 હજાર રૂપિયા આપવામાં આવશે - સરકારે NDRF કોરોના દરમિયાન મૃત્યુ પર 50 હજારની વળતર રકમ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય તેના ડિઝાસ્ટર રીલિફ ફંડમાંથી પીડિતોના પરિવારોને વળતરની આ રકમ આપશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) એ ગઈકાલે ​​સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું.

જણાવી દઈએ કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો, જેના પર સરકારે કહ્યું હતું કે આટલા પૈસાના વળતરને કારણે સરકારને મોટું નુકસાન થશે, પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે NDRF એ સુપ્રીમ કોર્ટને કહ્યું પીડિતોના પરિવારોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે કોરોનાને કારણે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તે કોવિડ -19 ને કારણે મૃત્યુ તરીકે ગણવામાં આવે. આ બાબતે રાજ્યોને નવી ગાઈડલાઈન આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે કોરોનાને કારણે આત્મહત્યા કરનાર વ્યક્તિના મૃત્યુને કોવિડને કારણે મૃત્યુ તરીકે માનવું સ્વીકાર્ય નથી.

NDMA દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વળતરનું વિતરણ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) મારફતે કરવામાં આવશે.  DDMA મૃતકના પરિવાર તરફથી અરજી પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસની અંદર અરજીનો નિકાલ કરશે. આધાર લિંક્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રક્રિયા દ્વારા વળતર આપવામાં આવશે.