આજના સમયમાં જ્યાં કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યાં ઓનલાઇન પેમેન્ટ એપ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ફોન પે, પેટીએમ અને ગૂગલ પે કેટલાક નામો એવા છે જેનાં વિશે પરિચયની જરૂર નથી. ઓનલાઈન પેમેન્ટ એપ PhonePay એ હાલ જ એક માહિતી જાહેર કરી છે કે તે ટૂંક સમયમાં UPI આધારિત ટ્રાન્જેક્શન પર પ્રોસેસિંગ ફી વસૂલવા જઈ રહી છે અને આ ફીચરનું નાના પાયે પરીક્ષણ પણ શરૂ થઈ ગયું છે.
PhonePay દેશની એવી પ્રથમ કંપની છે જેણે તેના વપરાશકર્તાઓ પાસેથી UPI આધારિત ટ્રાન્જેક્શન પર પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં અન્ય કંપનીઓ આ સર્વિસ માટે યુઝર્સ પાસેથી કોઈ વધારાની ફી વસૂલતી નથી. આ ડિજીટલ પેમેન્ટ એપે નાના પાયે પોતાના નિર્ણયનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. કોઈપણ યુઝર જે આ એપથી રૂ. 50 થી રૂ. 100 વચ્ચેનું મોબાઇલ રિચાર્જ કરશે, તેણે રૂ. 1 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે અને રૂ. 100થી વધુના મોબાઇલ રિચાર્જ માટે રૂ. 2 પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે.
PhonePay એ કહ્યું છે કે જે યુઝર્સ એપ દ્વારા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તેમને પણ અન્ય પેમેન્ટ એપ્સની જેમ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ એપ સિવાય ઘણી બિલિંગ વેબસાઇટ્સ અને પેમેન્ટ પ્લેટફોર્મ બિલ ચુકવણીની પ્રક્રિયા કરવા માટે ફી વસૂલ કરે છે, જેને ઘણી જગ્યાએ કનવિનીયન્સ ફી પણ કહેવાય છે.
જો તમે વિચારી રહ્યા હોવ કે આ પગલું શા માટે લેવામાં આવી રહ્યું છે, તો જાણી લો કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તાજેતરમાં UPIના માર્કેટ શેર પર કેપ લગાવી છે, જેના પછી કોઈપણ એપનો માર્કેટ શેર 30 % થી વધુ થઈ શકશે નહી. PhonePay આ ટેસ્ટિંગ ફીચર કેટલા સમય સુધી ચલાવશે અને ક્યારે ટ્રાન્ઝેક્શન ફી લેશે તેની હાલ કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.