જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસ ની બીજી લહેર સામે લડી રહ્યું છે ત્યારે વેક્સિન બાબતે એક સારા સમાચાર આવી રહ્યા છે. રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ સ્પુટનિક લાઇટ વેક્સિન નાં સિંગલ ડોઝને મંજુરી આપી દીધી છે. સ્પુટનિક લાઇટ નુ પરીક્ષણ કરતાં તે 80 ટકા અસરકારક સાબિત થઈ છે.
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (Russian Direct Investment Fund - RDIF) એ 6 મે નાં રોજ જાહેરાત કરી છે કે સિંગલ ડોઝ વાળી સ્પુટનિક લાઇટ વેક્સિન ને અનુમતિ આપી દેવામાં આવી છે. સ્પુટનિક લાઇટ કોરોના માં 80% કારગર સાબિત થઈ છે. RDIF ની ગમયેલા સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવેલી સ્પુટનિક લાઇટ કોરોના સામે 79.4 ટકા લડવામાં સક્ષમ સાબિત થઈ છે. સ્પુટનિક લાઇટ ની એક ડોઝ ની કિંમત 10 ડોલર એટલે કે 737 રૂપિયા રાખવામાં આવી છે.
આરડીઆઇએફ (RDIF) નાં મૂખ્ય અધિકારી કિરિલ દીમિત્રવ એ દાવો કર્યો છે કે સ્પુટનિક લાઇટ વેક્સિન હોસ્પિટલ માં દાખલ થતાં ગંભીર કેસોમાં ઘટાડો કરશે. વધુમાં તેને જણાવ્યું છે કે સ્પુટનિક લાઇટ વેક્સિન કોરોના વાયરસ નાં તમામ વેરિયંટ્સ સામે અસરકારક રીતે સાબિત થઈ છે. RDIF એ આપેલા નિવેદન મુજબ સ્પુટનિક લાઇટ વેક્સિન નુ વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે સ્પુટનિક લાઇટ વેક્સિન 79.4 ટકા અસરકારકતા ધરાવે છે.
રશિયાનની સ્પુટનિક વી ભારતમાં આવી ગઈ :- દેશમાં કોરોના ની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. એવામાં મહત્વ ના હથિયાર તરીકે વેક્સિન અહમ રૂપમાં સામે આવી છે. રુસ આજે ફરી એકવાર દોસ્તી નિભાવી ભારત દેશ સાથે ઊભો છે. કોરોના સામે લડવા ભારત પાસે પહેલા કોવિશિલ્ડ અને કોવેક્સિન આ બે જ રસી હતી પરંતુ હવે રુસી સ્પુટનિક વી વેક્સિન ને મંજુરી આપી દેવાય છે.
11 ઓગસ્ટ 2020 માં રૂસે કોરોના વાયરસ ની સ્પુટનિક વી વેક્સિન ને મંજુરી આપી હતી. આ રસી 95 ટકા સુધી અસરકારકતા ધરાવે છે. હવે ભારતમાં પણ તેને મંજૂરી મળી ચૂકી છે. રશિયા તરફથી ભારતને સ્પુટનિક વી નાં 1.5 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, એટલું જ નહિ મે મહિનાના અંત સુધીમાં 30 લાખ ડોઝ હૈદરાબાદ માં આવેલ ડૉ. રેડ્ડીઝ લેબમાં ઉતારવાના છે. રૂસ તરફથી કહેવામાં આવ્યું છે કે જૂન મહીનામાં 50 લાખ ડોઝ જ્યારે જુલાઈમાં 1 કરોડથી વધુ રસી ભારતમાં મોકલાવવામાં આવશે.