India Railway: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અથવા ભવિષ્યમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો તમે મુસાફરી દરમિયાન ખાવાનું લઈને ના જતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલ્વેએ લાખો મુસાફરોને રાહત આપી છે, જેથી તેઓ કોઈપણ ચિંતા વગર રેલ્વે સ્ટેશન પર ભોજન કરી શકે. જો કે, આ વ્યવસ્થા હાલમાં કેટલાક રેલવે સ્ટેશનો માટે જ ઉપલબ્ધ છે.
વાસ્તવમાં પ્રવાસ દરમિયાન ઘણા લોકો ઘરેથી જમવાનું તૈયાર કરે છે અને તેને લઈ જાય છે કારણ કે તેઓ ચિંતિત હોય છે કે સ્ટેશન પર ઉપલબ્ધ જમવાનું કેવું હશે અને શુદ્ધ નહીં હોય, તે પૌષ્ટિક હશે કે નહીં? આ બધા કારણોસર લોકો સ્ટેશન પર ખાવાનું ટાળે છે.
ભારતીય રેલ્વે અનુસાર, દેશભરના 150 રેલ્વે સ્ટેશનોને FSSAI તરફથી 'ઇટ રાઇટ સ્ટેશન' પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સ્ટેશનો કેટરિંગ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરે છે અને મુસાફરોને શુદ્ધ ખોરાક પૂરો પાડે છે. જેમાં દેશભરના મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર મુસાફરોને આનો ફાયદો થશે. તેમાં મેટ્રો સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
આવો જાણીએ રેલ્વે સ્ટેશન
ગુજરાતનું આણંદ રેલવે અને વડોદરા સ્ટેશન
દિલ્હી- નવી દિલ્હી, જૂની દિલ્હી, નરેલા, હઝરત નિઝામુદ્દીન, આનંદ વિહાર, ઓખલા સ્ટેશન.
ઉત્તર પ્રદેશ- ઝાંસી, મેરઠ સિટી રેલ્વે સ્ટેશન, બાદશાહનગર, બનારસ, લખનૌ, આગ્રા, ગોરખપુર, અયોધ્યા, કાનપુર, વારાણસી કેન્ટ, પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન. આ સિવાય યુનિવર્સિટી અને આઈઆઈટી મેટ્રો સ્ટેશન કાનપુર, ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન અને સેક્ટર 51 મેટ્રો સ્ટેશન નોઈડા.
મધ્ય પ્રદેશ- બેતુલ, નાગદા, મૈહર, સતના, કટની મુરવારા, કટની જંક્શન, જબલપુર, રીવા, ઉજ્જૈન, ડબૌરા, રૂથિયાઈ, ગુના, ખુરાઈ, મક્રોનિયા, ભોપાલ, હબીબગંજ, ગ્વાલિયર, સૌગોર સ્ટેશન.
રાજસ્થાન - કોટા, જોધપુર, બિકાનેર, ગાંધીનગર જયપુર, અલવર, અજમેર, જયપુર સ્ટેશન.
પંજાબ-લુધિયાણા, ફગવાડા, ફિરોઝપુર કેન્ટ, ભટિંડા, જલંધર સ્ટેશન.
ઉત્તરાખંડનું હરિદ્વાર સ્ટેશન
બિહારનું રાજેન્દ્ર નગર પટના રેલવે સ્ટેશન
હિમાચલ પ્રદેશનું શિમલા રેલવે સ્ટેશન
જમ્મુ-કાશ્મીરનું માતા વૈષ્ણો દેવી સ્ટેશન