khissu

તહેવારો પર Samsung તેના યુઝર્સને આપી રહી છે મફતમાં સ્માર્ટફોન.

તહેવારો પર સેમસંગ લઈને આવી રહી છે અવનવી ઓફર્સ જેના દ્વારા હવે તમે મેળવી શકો છો મફતમાં સ્માર્ટફોન. તહેવારો પર સેમસંગ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે ખાસ હોમ ફેસ્ટિવ ઓફર. આ ઓફર ની શરૂઆત ૫ ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે અને ૨૦ નવેમ્બર સુધી ચાલશે.

આ ઓફર્સમાં સેમસંગના યુઝર્સને ઘરેલુ ઉપકરણો ની ખરીદી પર galaxy s20 ultra, galaxy fold જેવા પ્રીમિયમ સ્માર્ટ ફોન ફ્રી આપી રહી છે. આ ઓફર મુજબ કંપની તેના યુઝર્સને ખરીદી પર ૨૦,૦૦૦ રૂપિયા સુધીની કેસબેક પણ આપી રહી છે.

રેફ્રિજરેટર ની ખરીદી પર 15 ટકા સુધીની કેશબેક ઓફર :

કંપની તેના સેમસંગ યુઝર્સને રેફ્રિજરેટર ની ખરીદી પર ૧૫% કેશબેક ઉપરાંત સ્માર્ટફોન પણ આપી રહી છે. ફ્લેગશિપ સ્પેસ મેક્સ ફેમિલી હબ રેફ્રિજરેટર ખરીદવા પર galaxy note 10 lite સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે તેમજ samsung curd mestro ફ્રીજ ખરીદવા પર ૧૫ ટકા સુધીનું કેશબેક, 10T સપોર્ટ સાથે ફેમિલી હબ રેફ્રિજરેટર પર ૨૦% સુધીનું કેસબેક આપી રહી છે.

ટીવી ખરીદવા પર સેમસંગ સ્માર્ટફોન ફ્રી :

સેમસંગ તેના સેમસંગ યુઝર્સને samsung QLED 8k ૭૫ ઈંચ, ૮૨ ઈંચ, ૮૫ ઈંચ વાળા ટીવી સાથે સેમસંગ ગેલેકસી ફોલ્ડ સ્માર્ટફોન ફ્રી આપી રહી છે. ૭૫ ઈંચથી ઉપરવાળા QLED ટીવી ખરીદવા પર galaxy s20 ultra સ્માર્ટફોન, ૫૫ ઇંચ ના QLED અને ૬૫ ઈંચના UHD ટીવી ખરીદવા પર galaxy A21S ફ્રી આપી રહી છે.