ભારતીય સ્ટેટ બેંક તેના ગ્રાહકોને ઘણી પ્રકારની સેવાઓ પૂરી પાડે છે અને પ્રયાસ કરે છે કે ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ, ઘણી વખત ગ્રાહકો બેંક કર્મચારીઓને ફરિયાદ કરે છે કે બેંકે સારું કામ કર્યું નથી. આમાં ગ્રાહકો બેંકના સિક્યોરિટી ગાર્ડને ઘણી વખત ફરિયાદ પણ કરે છે કે ગાર્ડ ખોટી રીતે બોલ્યો હતો. કોરોનાના સમયગાળા દરમિયાન આવા ઘણા કેસ સામે આવી રહ્યા છે, કારણ કે ગાર્ડે બેંકમાં જતા ગ્રાહકોની સંખ્યાને નિયંત્રણમાં રાખવી પડે છે.
ઘણા લોકો ફરિયાદ કરે છે કે સિક્યોરિટી ગાર્ડ તેમને અંદર આવવા દેતા નથી અથવા તો એ ગ્રાહક સાથે ગેરવર્તન કરે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય અને તમને લાગે કે ગાર્ડે તમારી સાથે અન્યાય કર્યો છે, તો તમે SBI મેનેજમેન્ટને ફરિયાદ કરી શકો છો. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે ઓનલાઈન મોડ દ્વારા ગાર્ડ સામે ફરિયાદ પણ કરી શકો છો. ચાલો જાણીએ કે ગાર્ડ સામે કેવી રીતે ફરિયાદ કરી શકાય અને તેની પ્રક્રિયા શું છે…
કેવી રીતે ફરીયાદ કરવી: હાલમાં જ એક બેંક ગ્રાહકે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા એક ગાર્ડ વિશે માહિતી આપી હતી. જેમાં તેણે કહ્યું કે સિક્યોરિટી ગાર્ડે તેને બેંકમાં જવા દીધો નહીં અને તેને તડકામાં લાંબા સમય સુધી રાહ જોવી પડી. આ પછી, એસબીઆઈના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ મામલે કેવી રીતે ફરિયાદ કરી શકાય છે.
બેંક દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જો તમને કોઈ ચોક્કસ ફરિયાદ હોય, તો તમે હાલના https://crcf.sbi.co.in/ccf/ ઉપર Under category of Existing Customer >> General Banking >> Branch related અંતર્ગત ફરીયાદ કરી શકો છો. તેમજ હેલ્પલાઇન નંબર 1800 11 2211 (ટોલ ફ્રી), 1800 425 3800 (ટોલ ફ્રી) અથવા 080-26599990 પર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
આ સીવાય તમે e mail પર તમારી ફરીયાદ નોંધાવી શકો છો. agmcustomer.lhodel@sbi.co.in પર ઇમેઇલ મોકલીને તમે ફરિયાદ નોંધાવી શકો છો.
બેંક કર્મચારીઓની ફરિયાદ પણ નોંધાવી શકો છો: તમે આ રીતે બેંક કર્મચારીઓ વિશે પણ ફરિયાદ કરી શકો છો. જો તમને ફરિયાદ છે કે બેંક કર્મચારીએ તમારી સાથે અન્યાય કર્યો છે અને તમારું કામ સારી રીતે નથી કર્યું, તો તમે પણ બેંક કર્મચારીને ઉપર જણાવ્યા મુજબ ફરિયાદ કરી શકો છો.