SBI ગ્રાહકો માટે કામના સમાચાર છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર જાણીને તમે ચોંકી જશો. હવે SBI કાર્ડથી ખરીદી કરવી મુશ્કેલ બની શકે છે. હવે તમારે SBI ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા EMI ટ્રાન્ઝેક્શન માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ (SBICPSL) એ જાહેરાત કરી છે કે EMI ટ્રાન્ઝેક્શન માટે, કાર્ડધારકે હવે 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આ નવો નિયમ 1 ડિસેમ્બર 2021થી અમલમાં આવશે.
SBI તેના કરોડો ગ્રાહકો પાસેથી SBICPSL રિટેલ આઉટલેટ્સ અને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર કરવામાં આવતા તમામ EMI ટ્રાન્જેક્શન માટે પ્રોસેસિંગ ફી વસૂલશે. આ ફી ખરીદીને EMI માં કન્વર્ટ કરવા પર વસૂલવામાં આવતા વ્યાજ ઉપરાંતની છે. કંપનીએ પોતાના ગ્રાહકોને નવા ચાર્જ વિશે ઈમેલ દ્વારા જાણ કરી છે.
EMI માં રૂપાંતરિત ટ્રાન્ઝેક્શન પર પ્રોસેસિંગ ફી લાગુ થાય છે. તમને જણાવી દઈએ કે હવે નવા નિયમ મુજબ 1 ડિસેમ્બર પહેલા કરવામાં આવેલ કોઈપણ ટ્રાન્ઝેક્શનને આ પ્રોસેસિંગ ચાર્જમાંથી મુક્તિ મળશે. કંપની રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતી વખતે ચાર્જ સ્લિપ દ્વારા કાર્ડધારકોને EMI ટ્રાન્ઝેક્શન પરના પ્રોસેસિંગ ચાર્જ વિશે જાણ કરશે.
ઓનલાઈન EMI ટ્રાન્ઝેક્શન માટે, કંપની પેમેન્ટ પેજ પર પ્રોસેસિંગ ચાર્જ વિશે માહિતી આપશે. જો તમારો EMI ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવે છે, તો પ્રોસેસિંગ ફી રિફંડ કરવામાં આવશે. જો કે, પ્રી-ક્લોઝરના કિસ્સામાં તે રિફંડ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, ઈએમઆઈમાં રૂપાંતરિત વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં.