SBI બેંકની મોટી જાહેરાત: બેંક ઘર બેઠાં આપી રહી છે 20,000 રૂપિયા, જાણો વિગત...

SBI બેંકની મોટી જાહેરાત: બેંક ઘર બેઠાં આપી રહી છે 20,000 રૂપિયા, જાણો વિગત...

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક ખાતુ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના કહી શકાય કારણ કે હવે બેંકમાંથી રોકડ રકમ સીધી તમારા ઘરે પહોંચાડવામાં આવશે. SBI બેંક દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બેંકે ગ્રાહકોની સુવિધા માટે ડોરસ્ટેપ બેંકિંગ શરૂ કરી છે, જે અંતર્ગત તમને કેશ ઉપાડવા સહિત પે ઓર્ડર, નવી ચેક બુક જેવી ઘણી સુવિધાઓ મળે છે.

ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ લખ્યું છે કે તમારી બેંક હવે તમારા દરવાજે છે. ડોરસ્ટેપ બેંકિંગ માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો https://bank.sbi/dsb પર ક્લિક કરી શકો છો.

>> ડોર સ્ટેપની સુવિધા માટે હોમ બ્રાન્ચે જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 
>> પૈસા ઉપાડવા અને જમાં કરવાની લિમિટ 20,000 સુધીની છે. 
>> તમામ Non-financial transactions માટે સર્વિસ ચાર્જ રૂ. 60 + જીએસટી છે જ્યારે financial transactions માટે ચાર્જ 100 + જીએસટી છે.

જોકે, ઘણા લોકો બેંક દ્વારા આપવામાં આવતી આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં. આ સુવિધા એવા ગ્રાહકોને આપવામાં આવશે નહીં કે જેમનું રજિસ્ટર્ડ સરનામું હોમ બ્રાન્ચથી 5 કિલોમીટરનાં એરિયામાં હોય. ડોરસ્ટેપ બેન્કિંગમાં નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ પણ ચૂકવવો પડશે.

જો તમે બેંક દ્વારા આપવામાં આવી રહેલી આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો તમે કામના દિવસોમાં સવારે 9 થી સાંજે 4 વાગ્યા દરમિયાન ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરી શકો છો. આ સિવાય, તમે મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોર સ્ટેપ સેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.