SBI એ તેના કસ્ટમર્સના હિતમાં આપી આ ખાસ ચેતવણી, તમે પણ અનુસરો, છેતરપિંડીથી બચો

SBI એ તેના કસ્ટમર્સના હિતમાં આપી આ ખાસ ચેતવણી, તમે પણ અનુસરો, છેતરપિંડીથી બચો

SBI એલર્ટ! જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક છે. આ દિવસોમાં ચાલી રહેલી ઓનલાઈન છેતરપિંડીના કારણે ઘણા ગ્રાહકોને આર્થિક નુકસાન થયું છે. આને લઈને SBIએ એક એલર્ટ જાહેર કર્યું છે, જેમાં તેમણે ગ્રાહકોને તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ સાથે સંબંધિત માહિતી શેર કરી છે.

સાયબર ફ્રોડ 
હકીકતમાં, ઘણીવાર એવું બને છે કે જે રીતે બેંક તમને મેસેજ કરે છે, તે જ પદ્ધતિને અનુસરીને સાયબર ફ્રોડ પણ તમને મેસેજ કરે છે, જેની આડમાં તમારા ટ્રાન્ઝેક્શનની વિગતો લીક થઈ જાય છે. અંતે તમારે નુક્સાન ભોગવવું પડે છે.

SBIએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે, 'જો તમને બેંક તરફથી કોઈ એલર્ટ મળ્યું હોય, તો સૌથી પહેલા તેને શોર્ટકોડની મદદથી વેરિફાઈ કરો. બેંક તમને ફક્ત "SBI/SB" આપશે

ઉદાહરણ તરીકે,
- SBIBNK, SBIINB, SBIPSG, SBYONO જેવા શોર્ટકોડમાં જ મેસેજ મોકલે છે. જો તમને આ કોડ્સવાળા સંદેશા મળે છે, તો તેનો અર્થ એ છે કે તે બેંકનો ઓફિશિયલ મેસેજ છે.

અજાણ્યા મેસેજનો જવાબ ન આપો
SBI એ કહ્યું કે, 'જો તમને કોઈ અજાણ્યા સ્ત્રોતમાંથી કોઈ ફેક મેસેજ મળે તો તેનો જવાબ ન આપો. #SafeWithSBI નહીંતર તમારા વ્યવહારો સંબંધિત તમારી અંગત વિગતો લીક થઈ શકે છે. ઉપરાંત, બેંકે તેના એલર્ટ મેસેજમાં કહ્યું કે, 'સૌથી પહેલા, સંદેશને ધ્યાનથી વાંચો, જો તે તમારી બેંકની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, તો તેનો અર્થ એ છે કે તે બેંક દ્વારા મોકલવામાં આવ્યો છે.