khissu

SBIએ તેના ગ્રાહકોને એલર્ટ કરતી એક નોટિસ કરી જાહેર, શું તમે પણ છો SBIના ગ્રાહક? તો આ ન્યૂઝ તમારા કામના છે

આજના ઓનલાઈન યુગમાં બેંકિંગ ક્ષેત્ર પણ મોબાઈલ પર નિર્ભર થઈ ગયું છે. સૌથી મની ટ્રાન્સફર હોય કે ઘરે બેઠા ખરીદી, હવે બધું જ મોબાઈલ પર થાય છે. જે કારણે સાયબર ફ્રોડનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધતું જોવા મળી રહ્યું છે.

ઓનલાઇન વ્યવહારોમાં રાખો સાવધાની
ઘણા છેતરપિંડી કરનારા લોકો બેંકર હોવાનો ઢોંગ કરીને ગ્રાહકોને ફોન કરે છે. આ પછી, તેમને લોભામણી ઓફરો આપીને, તેઓ OTP વગેરે માંગે છે. આવા મામલાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે.

OTP શેર કરશો નહીં
એસબીઆઈએ તાજેતરમાં એક ટ્વિટ કર્યું છે. જેમાં બેંકે તેના કરોડો ગ્રાહકોને ચેતવણી આપી છે. SBIના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે, 'કોઈ પણ વસ્તુ શેર કરવી એ કાળજીભર્યું છે. પરંતુ જ્યારે OTPની વાત આવે છે, ત્યારે તેને ક્યારેય અન્ય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.

સમગ્ર દેશમાં લાખો ગ્રાહકો
SBI દેશની સૌથી જૂની સરકારી બેંક છે. હાલમાં દેશભરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 45 કરોડથી વધુ ગ્રાહકો છે.