જો તમે ભાડાના મકાન માં રહો છો અને વારંવાર ભાડું ભરવાથી કંટાળી ગયા છો તો તમારી માટે સસ્તું ઘર નિલામી માટે મુકાશે.
જી હા મિત્રો, દેશની પ્રથમ નંબરની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સસ્તામાં પ્રોપર્ટી નિલામી માટે મૂકી રહી છે. આ નિલામી ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ થી શરૂ થશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી નિલામી નું કારણ એ છે કે આ પ્રોપર્ટીના માલિકે પોતાની લૉન ચૂકવી નથી તેથી બેંક તે પ્રોપર્ટીને પોતાના કબજા માં લઇ લીધી છે અને હવે તેને સસ્તી કિંમતમાં નિલામી માટે મૂકી રહી છે.
આ એક પ્રકારે ઈ-નિલામી હશે એટલે કે ઓનલાઈન નિલામી થશે અને દરેક ગ્રાહક ઓનલાઇન બોલી પણ કરી શકે છે. SBI એ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું છે.
ગ્રાહકોએ kyc માં તેના રિલેટેડ દરેક ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.
વધુ જાણકારી માટે આ વેબસાઈટ પાર વિઝીટ કરી શકો છો.
bankeauctions.com/sbi
sbi.auctiontiger.net/EPROC/
Ibapi.in