ધોરણ ૩ થી ધોરણ ૮ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ૨૫ ફેબ્રુઆરીથી યોજાશે પરીક્ષા

ધોરણ ૩ થી ધોરણ ૮ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ૨૫ ફેબ્રુઆરીથી યોજાશે પરીક્ષા

કોરોના સંકટ ઓછું થયાં બાદ ઘણા સમય પછી શાળાઓ શરૂ કરવામાં આવી છે જેમાં અમુક વાલીઓને હજી પણ ડર હતો તેથી તે શાળાઓ શરૂ કરવાના નિર્ણય પર વિરોધ કરી રહ્યા હતા. જોકે હવે કોરોના રસી આવી જતા કોરોનાનો ડર ઓછો થયો છે અને રાજ્ય સરકારે ફેબ્રુઆરીથી બધા જ વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે

હાલ થોડા સમય થી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. એવી ચર્ચાઓ હતી કે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. પરંતુ ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે જેની સમય આવતા ચર્ચા કરીશું. 

અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ ચાલતું હતું જેથી વિદ્યાર્થીઓની કસોટી પણ ઓનલાઈન લેવાતી હતી. હવે જ્યારે તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રજુઆત કરી છે.

અત્યારસુધી શાળાઓ બંધ હતી તેથી શાળાઓ અને વાલીઓ વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવા દલીલ કરી રહ્યા હતા પરંતુ હવે શાળાઓ ખોલવામાં આવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક વર્ગની ઓફલાઈન પરીક્ષા યોજવાની જાહેરાત કરી દીધી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ધોરણ ૮ માં સામાયિક કસોટી ૨૫ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી યોજવા માટે મંજૂરી આપી છે. જેમાં ધોરણ ૩ માં ગુજરાતી અને ગણિત, ધોરણ ૪ અને ૫ માં અંગ્રેજી અને હિન્દી તેમજ ધોરણ ૬ થી ૮માં અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાશે.

શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવનારી આ પરિક્ષાઓનો અભ્યાસક્રમ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. સ્વનિર્ભર અને અનુદાનિત શાળાઓમાં ચાર વિષય ઉપરાંત જે વિષયો હોય તેની સ્વૈચ્છિક રીતે પરીક્ષાઓ લઇ શકે છે તેવી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.