ગામડાંના લોકો માટે યોજના : ડીજીટલ ગ્રામ સેવા સેતુ કાર્યક્રમ

ગામડાંના લોકો માટે યોજના : ડીજીટલ ગ્રામ સેવા સેતુ કાર્યક્રમ

ગુજરાતના ગામડાંઓ ના લોકો માટે મુખ્યમંત્રીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ નું લોકાર્પણ કર્યું છે જે અંતર્ગત ગામડાંના લોકો ને 22 જેટલી સુવિધા પોતાના ગામના જ મળશે. જેના થકી ગામડાના લોકોને હવે તાલુકા કે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવાની જરૂર નહિ પડે.

આ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ નો પ્રારંભ 8 ડિસેમ્બર 2020 થી રાજ્યમાં બે હજાર કરતા વધારે ગામડામાં થશે અને ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં આઠ હજાર કરતાં વધારે ગામડાઓમાં આ સેવાનો પ્રારંભ કરવાનો હેતુ સરકારનો છે.

જેમાં 22 જેટલાં કામો ઘર આંગણે થશે, જેવા કે આવક દાખલો, રેશનકાર્ડ દરેક કામો, સરકારી યોજના ના લાભો, જાતિ પ્રમાણ પત્ર, ઓનલાઇન લાઇટ બિલ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ કામો, ખેડૂત સહાય, વગેરે...

અને મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે હવે નોટરી અને એફિડેવિટ ની સત્તા તાલુકા મેજિસ્ટ્રેટ પછી તલાટી કમ મંત્રી ને આપવામાં આવી છે. એટલે હવે તલાટી મંત્રી પણ એફિડેવિટ કરી આપશે જેથી બીજા કામો સરળ બનશે.

હાલ આ કાર્યક્રમ 167 તાલુકાના 2700 ગામોમાં ચાલુ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આનો વ્યાપ વધારા ના પ્રયાસો થશે. પ્રથમ તબક્કે કામો ચાલુ થયા છે ત્યાર પછી બીજા તબક્કામાં વધારે ગામો ( Grampanchayt) ને લાભ મળશે. 

આ નિર્ણય થકી ગુજરાત ના લોકો ને વધારે તાલુકા કે જિલ્લા કક્ષા એ ધક્કા ખાવા નહીં પડે અને વચેટીયાઓ થી પણ રાહત મળશે.