khissu

આજના 7 મોટા સમાચાર: શિષ્યવૃત્તિ, ઓમિક્રોન ટેસ્ટ કીટ, શાળા શરૂ, કારચાલકો, તલાટી ફોર્મ વગેરે.

સ્પર્ધાત્મક પરીક્ષાના વિધાર્થીઓ માટે: વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ખોડલધામ ટ્રસ્ટ આધુનિક બિલ્ડિંગ બનાવશે. દરેક સમાજના યુવાનો તેમાં તાલીમ લઈ શકે તેવું આયોજન કરવાની ટ્રસ્ટે જાહેરાત કરી છે. જેમાં 700 યુવાનો તાલીમ લઇ શકે તેવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. રાજકોટમાં આ બિલ્ડીંગ બનાવવામાં આવશે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં તાલીમ લઇને સરકારી નોકરી મેળવનારા 6 વિદ્યાર્થીઓના હસ્તે બિલ્ડીંગનું ભૂમિ પૂજન કરવામાં આવશે.

શિષ્યવૃત્તિ નવો નિયમ: હવે ખાનગી યુનિવર્સિટીમાં પણ SCના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પરિપત્ર મુજબ વર્ષ 2019-20 સુધી ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા SCના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા નક્કી થયેલી શિષ્યવૃતિ ચૂકવાતી હતી. હવે રાજ્ય સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિ ચૂકવાશે.

ઓમિક્રોન ટેસ્ટ કીટને મંજૂરી: DCGIએ 45 મિનિટમાં ઓમિક્રોનનું પરીક્ષણ કરવા માટેની ટેસ્ટ કીટને મંજૂરી આપી છે. ભારતીય કંપની 'ક્રિયા મેડિકલ ટેકનોલોજી' મેડિકલ પ્રોડક્ટ તરીકે RT-PCR ટેસ્ટ કીટ 'krivida Novus' બનાવશે. લોકોને આ કીટ 150 રૂપિયામાં મળશે. આના પર ગ્રાહકોએ અલગથી ટેક્સ પણ ભરવો પડશે. કંપની ચેન્નઈમાં તેની પ્રોડક્શન લાઈન પર બનાવશે. કંપની પાસે હાલમાં પ્રતિદિન 50 લાખ કિટ બનાવવાની ક્ષમતા છે.

તલાટી ફોર્મ તારીખ લંબાવાઈ: ગુજરાત સરકારે તલાટી ભરતીની જાહેરાત કરી હતી જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 રાખવામાં આવી હતી. ત્યારે હવે તેની સમયમર્યાદા વધારીને 17 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. હવે ઉમેદવાર 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે અને 21 તારીખ સુધી ફી ભરી શકશે.

બાલમંદિર, પ્રિ-સ્કૂલ શરૂ: રાજ્યમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે નાના બાળકો માટે પ્રિ-સ્કૂલ અને બાલમંદિર શરૂ કરવાને લઈને મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. ત્યારે આગામી ગુરુવારથી રાજ્યના બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ થઈ શકશે. જોકે વિદ્યાર્થીના પ્રવેશ અંગે વાલીઓની સહમતી જરૂરી છે.

ચાલુ વાહને વાત: મોટો નિર્ણય: ડ્રાઈવિંગ કરતી વખતે હવે મોબાઈલ પર વાત કરી શકાશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે. દેશમાં હવે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી ગુનો નહીં ગણાય. પરંતુ તેમને ચોખવટ પાડી છેકે ચાલુ વાહને હેન્ડ્સ ફ્રી પર વાત કરશો તો ગુનો નહીં ગણાય પણ જો હેન્ડ્સ ફ્રી વગર વાત કરશો તો ગુનો ગણાશે.

કારચાલકો માટે સારા સમાચાર: નવી કારને CNGમાં ફેરવવા માંગતા વાહનચાલકો માટે સારા સમાચાર આવી ગયા છે. સરકારે BS-6 વાહનોમાં CNG કીટ ફિટ કરાવવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે બીએસ 6 વાહનો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.જે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર માત્ર કંપની ફિટેડ CNG જ નહીં પરંતુ બીએસ 6 કેટેગરીના વાહનોને માર્કેટમાંથી CNG કીટ લગાવવાને મંજૂરી આપશે.