khissu

લાંબા સમયથી બંધ પડેલી શાળાઓ આખરે ખુલશે, શનિ રવિ પણ રજા નહીં પડે

કોરોનામહામારીને કારણે લાંબા સમયથી શાળાઓ બંધ હતી જેનું બાળકો પર ખૂબ જ અસર પડી છે. આજે બાળકો આળસ કરી રહ્યા છે. તેવામાં હવે શાળાઓ ખોલવાની જાહેરાત થઈ ચૂકી છે.


લાંબા સમયથી બંધ પડેલી શાળાઓ હવે 11 મી જાન્યુઆરી થી શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમુક વાલીઓમાં ખુશી જોવા મળે છે તો અમુક વાલીઓ નિરાશ છે. આ બધાની વચ્ચે શાળાઓ તો શરૂ થશે જ અને શનિવાર તેમજ રવિવારે રજા પણ નહીં મળે.


જોકે એવું જણાવી દેવામાં આવ્યું છે કે કોઈપણ બાળકને શાળાએ આવવા માટે બળજબરી કરવામાં નહીં આવે. જે બાળકોને ઓફલાઈન ભણવું છે તે શાળાએ આવી શકે છે અને જેને ઓનલાઇન ભણવું છે તેને કોઈ બળજબરી કરવામાં નહીં આવે.


શાળા સમય દરમિયાન પુરી સાવચેતી રાખવામાં આવશે જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર ની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત થર્મલ ગન વડે ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.