દિવાળી પછી પણ નહિ ખૂલે શાળાઓ | શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા સંકેત | વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહિ ?

દિવાળી પછી પણ નહિ ખૂલે શાળાઓ | શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા સંકેત | વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહિ ?

રાજ્યમાં કોરોના આવ્યો ત્યારથી સ્કૂલો બંધ છે. હજી સુધી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે હાલમાં કોરોના સંકટ ટળ્યું નથી હજી પણ કોરોના ના કેસ આવી રહ્યા છે પરંતુ રિકવરી રેટ ઓછો જોવા મળી રહ્યો છે તેથી ચિંતા ઓછી થઈ છે.

રાજ્યમાં સ્કૂલો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંકેત આપ્યા છે. તાજેતરમાં શાળા સંચાલકોના યોજાયેલા વેબિનારમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ દિવાળી પછી માત્ર ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે જ શાળા શરૂ થઈ શકે છે અને સ્થિતિ કાબુમાં રહેશે તો પછીથી નાના વર્ગો શરૂ કરાશે. આ સાથે તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોને છૂટ આપવા વિચારણા ચાલી રહી છે.

તો બીજી તરફ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈને ચર્ચા ચાલી રહી છે.

છેલ્લા બે દિવસથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં માસ પ્રમોશન આપવામાં આવશે એવા સમાચાર વહેતા થયા છે. જેમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ આગળના ધોરણમાં ધકેલવાના સમાચાર ચાલી રહ્યા છે. સાત મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ પણ સરખું મળતું નથી ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું કે નહીં તે અંગે સરકાર વિચારણા કરી રહી છે એવી વાતો વહેતી થઈ હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માસ પ્રમોશન આપવા બાબતે હાલ કોઇ વિચારણા નથી તેથી જાહેર જનતાએ ગેરમાર્ગે ન દોરાવું તેવી વિનંતી કરી છે.

તો વાલીઓ માસ પ્રમોશન કરવા સરકારને વિનંતી કરે છે.

વાલી એસોસિએશનના પ્રમુખ કમલ રાવલે જણાવ્યું કે કોરોના સંકટ ટળયો નથી. સ્કૂલ બંધ થયાના ચાર મહિના થયા છે તેવી જ રીતે બાર મહિના પણ નીકળી જશે. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ યોગ્ય રીતે નથી મળી રહ્યું. નેટવર્કના ઈસ્યુ થઈ રહ્યા છે તો સરકાર માસ પ્રમોશન આપશે વિદ્યાર્થીઓને અને વાલીઓને સૌથી મોટી રાહત થશે અને ફીની પણ સમસ્યા ઉકેલાઈ જશે.