શેરબજારના રોકાણકારો માટે મહત્વના સમાચાર! સેબીએ કર્યો નિયમમાં મોટો ફેરફાર

શેરબજારના રોકાણકારો માટે મહત્વના સમાચાર! સેબીએ કર્યો નિયમમાં મોટો ફેરફાર

શેરબજારના નાના રોકાણકારો માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના રોકાણકારોને રાહત આપતા UPI દ્વારા ડેટ સિક્યોરિટીઝમાં રોકાણની મર્યાદા વધારી છે. એટલે કે હવે આ અંતર્ગત રિટેલ રોકાણકારો UPI દ્વારા ડેટ સિક્યોરિટીઝના પબ્લિક ઈશ્યૂમાં રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ લિમિટ 2 લાખ રૂપિયા હતી.

સેબીએ માહિતી આપી હતી
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આ માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, નવી જોગવાઈ 1 મે, 2022 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલી ડેટ સિક્યોરિટીઝના જાહેર ઇશ્યુ પર લાગુ થશે. સેબીના હાલના ધોરણો મુજબ, રોકાણકારો UPI સિસ્ટમ દ્વારા ડેટ સિક્યોરિટીઝના ઈશ્યુમાં માત્ર રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. ફેરફાર બાદ આ મર્યાદા વધીને પાંચ લાખ થઈ જશે.

નવા ફેરફારોથી નાના રોકાણકારોને ફાયદો થશે
ખરેખર, શેરબજારમાં જોખમના પરિબળને કારણે નાના રોકાણકારોમાં ભય છે. સેબીએ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ UPIની રોકાણ મર્યાદામાં વધારો કર્યો છે. ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ UPI ને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. વાસ્તવમાં, આની મદદથી, વ્યક્તિ તરત જ અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. તેનાથી નાના સ્તરના રોકાણકારોને શેરબજારમાં નાણાં રોકવામાં મદદ મળશે.