જો તમે પણ IPOમાં નાણાંનું રોકાણ કર્યુ છે તો જાણી લો નવો નિયમો, 1 મે થી થશે મોટો ફેરફાર

જો તમે પણ IPOમાં નાણાંનું રોકાણ કર્યુ છે તો જાણી લો નવો નિયમો, 1 મે થી થશે મોટો ફેરફાર

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ IPOમાં રોકાણ કરનારા રિટેલ રોકાણકારોને મોટી ભેટ આપી છે. આને લગતા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે નાના રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

UPI ચુકવણી મર્યાદા વધી
જો તમે રિટેલ રોકાણકાર છો અને કંપનીના IPOમાં રોકાણ કરવા માટે UPI દ્વારા ચૂકવણી કરો છો. તો સેબીના નવા નિયમો અનુસાર હવે તમે 5 લાખ રૂપિયા સુધીની બિડ સબમિટ કરી શકો છો. અત્યારે આ મર્યાદા 2 લાખ રૂપિયા છે. આ નવી મર્યાદા 1 મે પછી આવતા તમામ IPO માટે માન્ય રહેશે.

બિઝનેસ ટુડેએ સેબીના પરિપત્ર (IPO નિયમો વિશે સેબી સર્ક્યુલર) ટાંકીને આ અંગેની જાણ કરી છે. સેબીના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "...એવું નક્કી કરવામાં આવ્યું છે કે IPO માટે બિડ કરનારા તમામ રિટેલ રોકાણકારોએ રૂ. 5 લાખ સુધીની બિડિંગ માટે UPI પેમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. તેઓ તેમની અરજી (બિડ-કમ-એપ્લિકેશન) ફોર્મમાં તેમનું UPI ID પણ આપી શકે છે.

NPCI એ મર્યાદા વધારી છે
સેબીનો આ નિર્ણય NPCI દ્વારા UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યાના લગભગ 4 મહિના પછી આવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે. જ્યારે સેબીએ નવેમ્બર 2018માં જ IPOમાં રોકાણ માટે UPIને ચૂકવણી કરવાની મંજૂરી આપી હતી, જે 1 જુલાઈ, 2019થી લાગુ થશે.

જો કે, મંગળવારે સેબીના પરિપત્રમાં, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે NPCIએ આ નવી વ્યવસ્થા માટે સિસ્ટમની તૈયારીની સમીક્ષા કરી છે. સાથે જ 80% ઇન્ટરમીડિયેટના નવા નિયમો અનુસાર ફેરફાર કરવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે.