khissu

વોટ્સએપ્પ યુસર્સ જલ્દી જુઓ, હવે તમારા પ્રાઇવેટ ગ્રુપમાં તમારી અનુમતિ વગર કોઈપણ વ્યક્તિ દાખલ થઈ શકશે

વોટ્સએપ તો બધા જ લોકો વપરતા જ હશે આજે નાના છોકરા પણ વોટ્સએપ્પ ખોલીને બેસી જાય છે અને વીડિયોકોલ કરી નાખે છે. વોટ્સએપ્પ નો લોકો એટલો બધો વપરાશ કરે છે કે જો એ ના હોય તો આખો દિવસ કંટાળો જ આવ્યા કરે.


પરંતુ મિત્રો, વોટ્સએપ્પ હોવી પોતાનો ડેટા ફેસબુક સાથે શેર કરવાની વાત કરી રહ્યું છે તો લોકોની પ્રાયવશી ભંગ થવાનો ભય વધી ગયો છે. તો બીજી બાજુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે કોઈ પણ લોકો તમારા પ્રાઇવેટ ગ્રુપમાં તમારી મરજી વિના દાખલ થઈ શકશે.


જી હા મિત્રો, હાલમાં જ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગૂગલ સર્ચમાં લોકોના પ્રાઇવેટ ગ્રુપ દેખાઈ રહ્યા છે અને કોઈપણ વ્યક્તિ એડમીન ની અનુમતિ વગર જ દાખલ થઈ શકે છે. એટલું જ નહીં લોકોના પ્રોફાઇલ અને પ્રોફાઇલ પિક્ચર પણ દેખાઈ રહ્યા છે જેથી કોઈપણ વ્યક્તિ તમારો મોબાઇલ નંબર પણ જોઈ શકશે.


આ પહેલા પણ વર્ષ 2019માં આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં ખાનગી વોટ્સએપ્પ ગ્રુપના પણ ચટ્સ ગૂગલ પર દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ કંપનીએ આ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી હતી.