khissu

31 જુલાઈ પહેલા પતાવી લો આ 3 કામ

ઓગસ્ટ મહિનો ઘણા ફેરફાર લઈને આવવાનો છે. ત્યારે જુલાઈ મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે આ મહિનાના અંત સુધીમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો શક્ય તેટલી વહેલી તકે પતાવી લેવા જોઈએ. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ EKYC કરાવવાથી લઈને, તમારે મહિનાના અંત સુધી શક્ય તેટલી વહેલી તકે ITR ફાઇલિંગ સંબંધિત કેટલાક કામ કરવા જરૂરી છે. જો તમે 31 જુલાઇ પહેલા આ કામ નહિ  કરો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તેથી, કોઈપણ પ્રકારના દંડથી બચવા માટે, સમય મર્યાદા સમાપ્ત થાય તે પહેલાં ITR ફાઇલ કરવી જોઈએ. પ્રથમ નાણાકીય વર્ષ 2021-22 માટે ઓનલાઈન ITR ફાઈલ કરવાની રહેશે. વ્યક્તિઓ અને પગારદાર કર્મચારીઓ કે જેમના ખાતાઓનું ઓડિટ કરવું જરૂરી નથી તેમના માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.  એ પણ જાણી લો કે સમયસર ITR ફાઈલ કરવાના ઘણા ફાયદા છે.

સમયસર ITR પછી આ લાભ
કરદાતાઓ માટે જેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર છે, તેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે. સમયમર્યાદા પહેલા IT રિટર્ન ફાઇલ કરવાના મહત્વ પર હંમેશા ભાર મૂકવામાં આવે છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે જો તમે સમયસર ITR ફાઈલ કરો તો તેના ફાયદા શું છે. આનો પહેલો ફાયદો એ થશે કે તમે દંડથી બચી જશો. સમયસર ITR ફાઈલ કરવામાં નિષ્ફળતા પર આવકવેરાના નિયમો મુજબ ₹10,000 નો દંડ થઈ શકે છે. ITR ફાઇલિંગમાં વિલંબ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 234A હેઠળ ચૂકવવાપાત્ર કર પર વ્યાજ પણ આકર્ષી શકે છે.

પીએમ કિસાન યોજના: તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 31મી જુલાઈ 2022 પહેલા EKYC કરાવવું જરૂરી છે. સરકારે PM કિસાન યોજનામાં eKYC માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે. તમારે આ કામ 31 જુલાઈ પહેલા શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરી લેવું જોઈએ.  તમે PM કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમારું eKYC કરાવી શકો છો

pfb યોજના: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. જો તમે પણ પાક વીમા યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું વિચારી રહ્યા છો. તો તમારે આ કામ 31 જુલાઈ પહેલા કરી લેવું જોઈએ.

તમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. આ માટે, તમે તેની સત્તાવાર વેબસાઇટ https://pmfby.gov.in/ પર જઈને આ યોજનામાં નોંધણી કરાવી શકો છો. આ ઉપરાંત, તમે નજીકની બેંક શાખા, સહકારી બેંક સમિતિ, જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ પાક વીમા યોજનામાં નોંધણી કરાવી શકો છો.