શરમ જનક કહેવાય, આટલું આટલું કરવા છતાં પણ હેવાનો ને સમજાતું નથી, ચાલુ બસે બે-બે વખત યુવતી સાથે દુષ્કર્મ

શરમ જનક કહેવાય, આટલું આટલું કરવા છતાં પણ હેવાનો ને સમજાતું નથી, ચાલુ બસે બે-બે વખત યુવતી સાથે દુષ્કર્મ

આપણા દેશમાં રોજ બળાત્કારના કેસ સામે આવી રહ્યા છે. લોકો તેના વિરુદ્ધ અવાજ પણ ઉઠાવે છે અને લોકો સ્ત્રીઓના દર્દને સમજે પણ છે તેમ છતાં આ ઘટના વારંવાર બને છે. એવુ નથી કે આપણા દેશનું તંત્ર કંઈજ કરતું નથી, તંત્ર પણ કઠોર સજા અપાવે જ છે તો પણ અમુક હેવાનો સમજતા જ નથી.


આવીજ એક ઘટના ફરી સામે આવી છે જે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બની છે. એક યુવતી સાથે ચાલુ બસમાં બે બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. જે અંગેની પોલીસ હાલ આરોપીની તપાસ કરી રહી છે.


વાત એમ છે કે, ૨૪ વર્ષની આ યુવતી એક પ્રાઇવેટ સ્લીપર કોચ બસમાં મુસાફરી કરી રહી હતી. બસ નાગપુરથી પુણે જઈ રહી હતી અને યુવતી એકલી મુસાફરી કરી રહી હતી એવામાં બસમાં ક્લીનર આવ્યો અને સાફ કરવાના બહાને તેને ૫ નંબરની સીટ થી ઉઠીને ૧૫ નંબરની સીટે જવા કહ્યું. જેવી યુવતી ૧૫ નંબર સિટે પહોંચી તરત જ ક્લીનર ત્યાં આવીને તેને ચાલુ બસે નીચે ફેંકવાની ધમકી આપી યુવતી સાથે બે વખત દુષ્કર્મ આચર્યું.


આ સમગ્ર મામલે યુવતીએ પુણેના રાજનગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ઝીરો F.I.R નોંધી જે સ્થળે ઘટના બની તે માલેગાંવ ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી આપી હતી. માલેગાંવ પોલીસે પુણેથી બસ કબજે કરી લીધી અને આરોપીની તપાસ ચાલુ છે.


મિત્રો, જો તમારે જાણવું હોય કે ઝીરો F.I.R ક્યારે નોંધાય છે તો એ માટે અમારી ખિસ્સું ની વેબસાઈટ khissu.com માં જઈ કાયદા અને યુદ્ધ પડકારની કેટેગરીમાં જઈને જાણી શકો છો.