પહેલા કોરોના અને હવે રશિયા યુક્રેન યુદ્ધના કારણે લોકો રોકાણ કરવાને લઈને ડરી રહ્યા છે. કારણ કે કઈ શું થાય કંઈ કરી ન શકાય. જો કે આવી સ્થિતિ વચ્ચે પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા દરમિયાન છેલ્લા 2 વર્ષમાં એવા ઘણા શેરો છે જેણે તેમના રોકાણકારોને સારુ રિટર્ન આપ્યું છે. ક્વાલિટી ફાર્માસ્યુટિકલ્સનો સ્ટોક 2021 માટે આવો જ એક મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. છેલ્લા 2 વર્ષમાં ક્વાલિટી ફાર્માનો શેર 25.55 રૂપિયાથી વધીને 404.55 રૂપિયા થઈ ગયો છે. તેણે આ સમયગાળામાં 1500 ટકા વળતર આપ્યું છે.
ક્વાલિટી ફાર્મા શેરમાં મોટો ઉછાળો
ક્વાલિટી ફાર્માના શેર ભાવની હિસ્ટ્રી પર એક નજર કરીએ તો, આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા 6 મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા 1 મહિનામાં ક્વાલિટી ફાર્મા રૂ. 454.25 થી ઘટીને રૂ. 404.55 પર આવી ગયો છે. છેલ્લા એક મહિનામાં તેમાં લગભગ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, જો આપણે તેના છેલ્લા 6 મહિનાના પ્રદર્શન પર નજર કરીએ, તો આ મલ્ટીબેગર ફાર્માનો સ્ટોક રૂ. 593થી ઘટીને રૂ. 404 પર આવી ગયો છે. છેલ્લા 6 મહિનામાં સ્ટોકમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે.
તો બીજી તરફ, જો તમે તેના છેલ્લા 1 વર્ષનું પ્રદર્શન જુઓ, તો આ સ્ટોક હજુ પણ મલ્ટિબેગર સ્ટોક્સમાંનો એક છે. છેલ્લા એક વર્ષમાં ક્વાલિટી ફાર્માનો શેર રૂ. 52.10 થી વધીને રૂ. 404.55 થયો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 675 ટકાનો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 2 વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 25.55 થી વધીને રૂ. 404.55 પર પહોંચી ગયો છે. આ સમયગાળામાં તેમાં 1500 ટકાનો વધારો જોવા મળ્યો છે.
1 લાખ રૂપિયા 16 લાખ બની ગયા
જો તમે આ સ્ટૉકની અત્યાર સુધીની મૂવમેન્ટ પર નજર નાખો તો જો કોઈએ 1 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 89,000 રૂપિયા થઈ ગયા હોત. બીજી તરફ, જો કોઈ વ્યક્તિએ 6 મહિના પેહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે રૂ. 1 લાખથી ઘટીને રૂ. 70,000 પર આવી ગયું હોત. બીજી તરફ, જો કોઈ વ્યક્તિએ 1 વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેને રૂ. 7.75 લાખ મળતા હોત.તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિએ 2 વર્ષ પહેલા 25.55 રૂપિયાના ભાવે આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 16 લાખ રૂપિયા મળી રહ્યા હોત.
આ મલ્ટીબેગર ફાર્મા સ્ટોકનું વર્તમાન માર્કેટ કેપ રૂ. 420 કરોડની આસપાસ છે અને હાલમાં આ બુક વેલ્યુ પર શેર રૂ. 59.50 આસપાસ છે જ્યારે તેનું લોસ્ટ ટ્રેડ વોલ્યુમ 13,000 છે. તેણે છેલ્લા 1 વર્ષમાં રૂ. 1,110.30ની લાઇફ ટાઇમ હાઇ પણ બનાવી છે જ્યારે તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 49.10 છે.