શ્રીરામ પણ ભાજપમાં જોડાયા : રાજનીતિમાં ભાજપનું રામબાણ, જાણો વધુ વિગત

શ્રીરામ પણ ભાજપમાં જોડાયા : રાજનીતિમાં ભાજપનું રામબાણ, જાણો વધુ વિગત

બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ફેમસ ટીવી સીરીયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ ગુરુવારે ભાજપમાં જોડાયા છે. અરુણ ગોવિલે કીધું હતું કે જય શ્રી રામ કહેવાથી મમતા બેનર્જી ને એલર્જી છે જેથી તે ભાજપમાં જોડાવા પ્રેરિત થયા છે. ભાજપ ના મહાસચિવ અરુણ સિંહ અને કેન્દ્રીય મંત્રી દુબે શ્રી ચૌધરી ની હાજરીમાં ભાજપના મુખ્યાલયમાં જોડાયા હતા.

રામાનંદ સાગર ની સિરિયલમાં રામ ની ભૂમિકા ભજવનાર અરુણ ગોવીલે કહ્યું કે ભાજપ તેને દેશમાં કઈક કરવા માટે સ્ટેજ પ્રદાન કરી રહ્યું છે. અરુણ ગોવિલ હિન્દી અને ભોજપુરી સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. 

અરુણ ગોવિલ ગુરુવાર ના રોજ દિલ્લીમાં બીજેપી કાર્યાલય માં જોડતા જ કહ્યું કે અત્યારે જે આપણું કર્તવ્ય છે એ કરવું જોઈએ. મને રાજનીતિ પહેલા સમજાતી ન હતી પરંતુ જ્યારથી મોદીજીએ દેશ સંભાળ્યો છે ત્યારથી દેશની પરિભાષા બદલાઈ ગઇ છે. 

અરૂણ ગોવિલ પહેલા રામાયણ સીરિયલના બીજા કલાકાર પણ રાજનીતિમાં આવી ચૂક્યા છે. રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવનારી દીપિકા ચિખલિયા સિવાય હનુમાનની ભૂમિકા નિભાવનારા દારાસિંહ અને રાવણની ભૂમિકા નિભાવનારા અરવિંદ ત્રિવેદી પણ ૧૯૯૧ માં રાજનીતિમાં ઉતરી ચૂક્યા છે. તેને ૧૯૯૧ માં થયેલી ચુંટણી માં જીત પણ મેળવી હતી. દીપિકા ચિખલિયા ભાજપની ટિકીટ પર બે વખત ચૂંટણી લડી ચૂક્યા છે.