આજના સમય માં ખનીજતેલ મળવું મુશ્કેલ થતું જાય છે. તો બીજી બાજુ જનસંખ્યામાં વધારો થતાં વ્હિકલોની સંખ્યામાં હદ બાર વધારો જોવા મળ્યો છે. પહેલા જે લોકોને વ્હિકલ લેવાનો પણ વેંત નહોતો આજે એ લોકો પણ ૨-૨ વ્હિકલ રાખી ફરે છે. ઘણાલોકો મોજ મસ્તી કરવા વ્હિકલનો દુરુપયોગ કરે છે.
એક વાત તો છે કે તમને જ્યારે કોઈ વસ્તુની ખબર જ નથી તો લાખ કહેવા છતાં પણ માનવાના નથી. આવું ત્યારે બને જ્યારે ઘણાં બધાં લોકો તમારી સાથે હોય એ વિચારીને કે આપણા એકના કરવાથી કાંઈ સુધરી નથી જવાનું બધા કરે જ છે આપણે પણ કરીએ.પરંતુ જ્યારે વાત તમારા એકની હોય ત્યારે તમને તેની સાચી અસર થાય કે આ આપણે જ ભોગવવું પડશે.
આવીજ રીતે આ ખનીજતેલનું પણ છે લોકો બેફામ તેનો દૂરઉપયોગ કરે છે. સરકારના લાખ કહેવા છતાં સમજતા નથી. લોકોને એમ લાગે છે કે આપણે એક જો પેટ્રોલ-ડીઝલ માં કાળજી રાખવાથી કાંઈ ટાંકો નહીં ભરાય જાય બાકી બધા લોકો જેમફાવે તેમ વાપરે છે તો આપણો શુ વાંક ?
બસ માનવોની આવીજ સ્વાર્થનિતી ને કારણે ભવિષ્યમાં તેના જ વંશ ને ભોગવવાનો વારો આવશે. આમ, વધતી જતી વસ્તી અને વ્હિકલ તથા ખૂટતા જતા ખનીજતેલને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે.
નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ ૨૦૨૧ ના પહેલાં મહિનામાં જ ૭મી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ વધારો રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલના ભાવ ૯૨.૯૬ રૂપિયા/લીટર થયો.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના તમામ જિલ્લાના આજના પેટ્રોલના ભાવ પ્રતિ લિટર દીઠ : ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ નાં,
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૨.૯૩ ₹ ૮૨.૮૨ ₹
અમરેલી ૮૪.૩૧ ₹ ૮૪.૧૨ ₹
આણંદ ૮૩.૧૦ ₹ ૮૨.૪૪ ₹
અરવલ્લી ૮૩.૪૫ ₹ ૮૩.૪૬ ₹
ભાવનગર ૮૪.૭૬ ₹ ૮૩.૭૫ ₹
બનાસકાંઠા ૮૩.૬૬ ₹ ૮૩.૩૪ ₹
ભરૂચ ૮૩.૨૭ ₹ ૮૨.૯૨ ₹
બોટાદ ૮૩.૭૩ ₹ ૮૩.૬૯ ₹
છોટા ઉદેપુર ૮૨.૯૯ ₹ ૮૨.૫૭ ₹
દાહોદ ૮૩.૮૦ ₹ ૮૩.૫૩ ₹
દેવભૂમિ દ્વારકા ૮૨.૫૨ ₹ ૮૨.૮૩ ₹
ગાંધીનગર ૮૩.૨૧ ₹ ૮૨.૭૪ ₹
ગીર સોમનાથ ૮૪.૩૯ ₹ ૮૪.૩૫ ₹
જામનગર ૮૨.૪૪ ₹ ૮૨.૨૭ ₹
જૂનાગઢ ૮૩.૩૪ ₹ ૮૩.૬૨ ₹
ખેડા ૮૩.૧૦ ₹ ૮૨.૬૨ ₹
કચ્છ ૮૩.૮૩ ₹ ૮૨.૭૧ ₹
મહીસાગર ૮૩.૦૦ ₹ ૮૩.૪૬ ₹
મહેસાણા ૮૩.૦૨ ₹ ૮૨.૯૯ ₹
મોરબી ૮૩.૦૫ ₹ ૮૩.૦૭ ₹
નર્મદા ૮૩.૨૦ ₹ ૮૨.૮૦ ₹
નવસારી ૮૩.૦૧ ₹ ૮૩.૩૧ ₹
પંચમહાલ ૮૩.૦૨ ₹ ૮૨.૯૪ ₹
પાટણ ૮૨.૬૧ ₹ ૮૩.૬૧ ₹
પોરબંદર ૮૩.૨૫ ₹ ૮૩.૧૫ ₹
રાજકોટ ૮૨.૫૬ ₹ ૮૩.૧૪ ₹
છોટા ઉદેપુર ૮૨.૯૯ ₹ ૮૨.૫૭ ₹
સાબરકાંઠા ૮૩.૬૮ ₹ ૮૩.૪૭ ₹
સુરત ૮૨.૮૨ ₹ ૮૨.૫૫ ₹
સુરેન્દ્રનગર ૮૩.૧૯ ₹ ૮૨.૮૮ ₹
તાપી ૮૩.૩૩ ₹ ૮૪.૦૫ ₹
ડાંગ ૮૩.૬૬ ₹ ૮૩.૯૨ ₹
વડોદરા ૮૨.૪૫ ₹ ૮૨.૪૯ ₹
વલસાડ ૮૨.૯૯ ₹ ૮૨.૫૭ ₹
રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલના ભાવ ૯૨.૯૬ રૂપિયા/લીટર છે જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ૯૨ રૂપિયા/ લીટર છે.આમ રાજસ્થાન અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ ૯૦+ થવાની શક્યતા છે.
પેટ્રોલમાં ભાવ વધારા ઘટાડા માટેની માહિતી દરરોજ મેળવવાં Khissu Aplication ડાઉનલોડ કરી લો.
- આભાર