શું હવે ખેડૂતોનો ખેલ ખતમ ? : દિલ્હી અને યુપી બન્ને પોલીસ એક્શનમાં, ગાઝીપુર બોર્ડર ખાલી કરવાના આદેશ

શું હવે ખેડૂતોનો ખેલ ખતમ ? : દિલ્હી અને યુપી બન્ને પોલીસ એક્શનમાં, ગાઝીપુર બોર્ડર ખાલી કરવાના આદેશ

૨૬મી જાન્યુઆરીના દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને જે હિંસક પ્રવૃત્તિ કરી હતી તેનાથી લાખો લોકો નાખુશ છે હવે ખેડૂતોના નેતા પણ માફી માંગે છે. પણ હવે 'માફી માંગને સે ક્યાં ફાયદા જબ ચીડિયા ચૂક ગઈ ખેત'. ખેડૂતોના આ હિંસક પ્રવૃત્તિથી હોવી પોલીસતંત્ર ખડેપગ થયું છે. ગાઝીપુર બોર્ડર પર દિલ્હી અને ઉત્તરપ્રદેશ ની સંયુક્ત પોલીસ પહોંચી ગઈ છે અને ખેડૂતોને ગાઝીપુર બોર્ડર ખાલી કરવા આદેશ કર્યા છે. ખેડૂતોને હવે લાગી રહ્યું છે કે હવે સરકાર ઘરે જ કાઢશે.


દિલ્હી અને યુપી પોલીસ બોર્ડર ખાલી કરાવીને જ રહેશે :


પોલીસે ગાઝીપુર બોર્ડર ખાલી કરાવવા ખેડૂતોના વોટર સપ્લાય કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્યાં લગાવેલા પોર્ટેબલ ટોયલેટ હટાવી દેવામાં આવ્યા છે. આ બાજુ સિંધુ બોર્ડર પર પણ મોટી ટૂકડી તૈનાત છે.


લોકો હવે કરી રહ્યા છે ખેડૂતોનો જ વિરોધ :


ગણતંત્રદિવસ પર રાષ્ટ્રધ્વજના અપમાન બદલ હવે લોકો ખેડૂતોનો જ વિરોધ કરી રહ્યા છે અને કેટલાક લોકો સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતાં અને સમગ્ર વિસ્તાર ખાલી કરવાની નારેબાજી કરી રહ્યા હતા. તેઓના હાથમાં પ્લા કાર્ડ હતા જેમાં લખ્યું હતું કે, તિરંગાનું અપમાન સહન નહીં કરીએ.


ખેડૂત નેતાઓને દેશદ્રોહી બતાવી આપી નોટિસ :


તો આ બાજુ પોલીસે ખેડૂતનેતાઓને નોટિસ પાઠવી હતી કે તેઓ અમને ૩ દિવસમાં જવાબ આપે કે તેઓની ઉપર કાર્યવાહી કેમ ના થવી જોઈએ કારણ જણાવો. અત્યારસુધીમાં ૪ નેતાઓના નામ સામે આવ્યા છે જેમાં યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બળદેવ સિંહ સિરસા અને બલવીર સિંહ રાજેવાલ સામેલ છે. અને તેઓને નોટિસ પાઠવી કે ગણતંત્ર દિવસે લાલ કિલ્લામાં બનેલી ઘટના એક દેશદ્રોહી હરકત છે.