કોરોના મહામારી વચ્ચે આજે લોકો બેરોજગારી અને આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એવામાં (Personal Loan) પર્સનલ લોન આપણી ઘણી જરૂરિયાતો પૂરી કરવા માટે કામમાં આવે છે. જ્યારે આપણે બિલ ચૂકવવા, EMI ચૂકવવા, વિદેશ અભ્યાસ માટે પૈસા જમા કરવા, લગ્ન સમયે આર્થિક મદદની જરૂર હોય અથવા રોજિંદા ખર્ચ માટે પણ પૈસા જમા નથી કરી શકતા તો પહેલો વિચાર આપણા મગજમાં આવે કે લોન આ બધી સમસ્યાનુ સમાધાન બની શકે છે. આજકાલ પર્સનલ લોન સરળતાથી મળી જાય છે જો કે તમારી ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. જ્યારે પણ આપણે પર્સનલ લોન લેવા માંગીએ છીએ ત્યારે સૌથી ઓછા વ્યાજદરે કંઈ બેંક લોન આપે છે શોધીએ છીએ.
તમને જણાવી દઇએ કે આ સમયે દેશમાં 15 નાણાકિય સંસ્થાઓ છે જે ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. વ્યાજદરની સરખામણી કરીને તમે તમારી અનુકૂળતાની પર્સનલ લોન લઈ શકો છો. જેની યાદી નીચે મુજબ છે.
1} પંજાબ નેશનલ બેંક - 8.95% થી 14.50% વાર્ષિક વ્યાજના દરે.
2} ભારતીય સ્ટેટ બેંક - 9.60% થી 13.85% વાર્ષિક વ્યાજના દરે.
3} IDBI બેંક - 9.75% થી 15% વાર્ષિક વ્યાજના દરે.
4} HSBC બેંક - 9.75% થી 15% વાર્ષિક વ્યાજના દરે.
5} સિટી બેંક - 9.99% થી 16.49% વાર્ષિક વ્યાજના દરે.
6} બેંક ઓફ બરોડા - 10% થી 15.60% વાર્ષિક વ્યાજના દરે.
7} ફેડરલ બેંક - 10.49% થી 17.99% વાર્ષિક વ્યાજના દરે.
8} IDFC બેંક - 10.49% થી વ્યાજ દર ની શરૂઆત થાય છે.
9} HDFC બેંક - 10.50% થી 21% વાર્ષિક વ્યાજના દરે.
10} ICICI બેંક - 10.50% થી 19% વાર્ષિક વ્યાજના દરે.
11} કોટક મહિન્દ્રા બેંક - 10.75% થી 24% વાર્ષિક વ્યાજના દરે.
12} TATA CAPITAL NON BANKING FINANCE COMPANY - 10.99% થી વાર્ષિક વ્યાજના દરે.
13} AXIS બેંક - 12% થી 21% વાર્ષિક વ્યાજના દરે.
AXIS બેંક તમને 50,000 થી 15,00,000 સુધીની લોન આપે છે અને જો તમે પહેલેથી જ કોઈપણ બેંક પાસેથી લોન લીધી છે જેનો વ્યાજ દર ખૂબ ઉંચો છે તો તમે તેને નીચા વ્યાજદરે AXIS બેંકમાં ટ્રાન્સફર પણ કરાવી શકો છો.
આ સિવાય તમે કેટલીક ડિજિટલ એપ્સ દ્વારા આપર્સનલ લોન માટે અરજી કરી શકો છો. જેના વ્યાજ દર 10.50% થી શરુ થઇ રહ્યા છે. આવી એપ્સ તમને થોડીવારમાં લોન આપવાનો દાવો કરે છે. તમને જણાવી દઇએ કે જો તમે આવી એપથી લોન માટે અરજી કરો છો તો તમારે સાવચેત રહેવું પડશે અને જો તમે ક્રેડિટ લાઇફનો ઓપ્શન સિલેક્ટ કરો છો તો તમને 0.10% વધુ ડિસ્કાઉન્ટ મળશે.
તો હવે જો તમને પર્સનલ લોન જોઈતી હોય તો તમારી સુવિધા મુજબ તમે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.