સોના-ચાંદીમાં હાલ ઘણો ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું નહીં અને હવે સોનામાં ભાવ વધવાના ચાલુ થઈ ગયા છે. હાલ દિવાળીનો તહેવાર આવવાનો છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં ધીમો વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો જોરદાર ઘટાડો થયો છે.
મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.
હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૯,૦૦૦ થી લઈ ૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૬૩,૦૦૦ થી ૬૪,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.
જોકે ૧ વર્ષની સરખામણીએ ૧૧,૦૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૯૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૩,૨૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧ વર્ષના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૧,૦૫૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૪,૬૪૦ ₹ નો ઘટાડો થયો છે.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૦૩/૧૧/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ : | |
---|---|
ચાંદીનું વજન | ચાંદીનો ભાવ |
૧ ગ્રામ ચાંદીનો ભાવ | ૬૩.૨૦ રૂપિયા |
૮ ગ્રામ ચાંદીનો ભાવ | ૫૦૫.૬૦ રૂપિયા |
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ | ૬૩૨.૦૦ રૂપિયા |
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ | ૬,૩૨૦.૦૦ રૂપિયા |
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ | ૬૩,૨૦૦.૦૦ રૂપિયા |
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો.
જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ : | |
---|---|
૨૨ કેરેટ સોનાનું વજન | ૨૨ કેરેટ સોનાનો ભાવ |
૧ ગ્રામ સોનાનો ભાવ | ૪,૫૮૯.૦૦ રૂપિયા |
૮ ગ્રામ સોનાનો ભાવ | ૩૬,૭૧૨.૦૦ રૂપિયા |
૧૦ ગ્રામ સોનાનો ભાવ | ૪૫,૮૯૦.૦૦ રૂપિયા |
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ | ૪,૫૮,૯૦૦.૦૦ રૂપિયા |
જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.
જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ : | |
---|---|
૨૪ કેરેટ સોનાનું વજન | ૨૪ કેરેટ સોનાનો ભાવ |
૧ ગ્રામ સોનાનો ભાવ | ૪,૮૯૯.૦૦ રૂપિયા |
૮ ગ્રામ સોનાનો ભાવ | ૩૯,૧૯૨.૦૦ રૂપિયા |
૧૦ ગ્રામ સોનાનો ભાવ | ૪૮,૯૯૦.૦૦ રૂપિયા |
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ | ૪,૮૯,૯૦૦.૦૦ રૂપિયા |
જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે ૧૦૦ રૂપિયાનો વધારો થયો.
છેલ્લા ૦૫ દિવસના સોના (gold)ના ભાવ | ||
---|---|---|
તારીખ | ૨૨ કેરેટ | ૨૪ કેરેટ |
૩૦/૧૦/૨૦૨૧ | ૪,૬૧,૭૦૦ ₹ | ૪,૯૨,૬૦૦ ₹ |
૩૧/૧૦/૨૦૨૧ | ૪,૫૯,૦૦૦ ₹ | ૪,૯૦,૦૦૦ ₹ |
૦૧/૧૧/૨૦૨૧ | ૪,૫૯,૦૦૦ ₹ | ૪,૯૦,૦૦૦ ₹ |
૦૨/૧૧/૨૦૨૧ | ૪,૫૮,૮૦૦ ₹ | ૪,૮૯,૮૦૦ ₹ |
૦૩/૧૧/૨૦૨૧ | ૪,૫૮,૯૦૦ ₹ | ૪,૮૯,૯૦૦ ₹ |
અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવમાં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.