SBI એ લોંચ કર્યું નવું ફીચર, જાણો તમને શું ફાયદો થશે?

SBI એ લોંચ કર્યું નવું ફીચર, જાણો તમને શું ફાયદો થશે?

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એક નવું સિક્યોરિટી ફીચર લાવ્યું છે. જે તમારા ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવશે. તમને સાયબર ફ્રોડથી રક્ષણ પણ મળશે. આ નવા ફીચરનું નામ સિમ બાઈન્ડિંગ છે.

અગાઉની સિસ્ટમ એવી હતી કે SBI તરફથી મેળવેલ લોગિન ID અને પાસવર્ડ અથવા પોતે બનાવેલા લોગિન-પાસવર્ડનો ઉપયોગ SBI Yono માં લોગીન કરવા માટે થતો હતો. પરંતુ સિમ બાઈન્ડિંગ ની સુવિધા સાથે, લોગિનની આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. આ ફીચરમાં પહેલા તમારે મોબાઈલ નંબર સાથે સિમ વેરિફાઈ કરવાનું રહેશે. તો જ તમારી YONO એપ કામ કરી શકશે. SBI YONO એપ એ જ હેન્ડસેટમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે, જેમાં તમારો રજિસ્ટર્ડ નંબર ચાલી રહ્યો છે.

સિમ બાઈન્ડિંગ સંપૂર્ણપણે સુરક્ષા સુવિધા છે જે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આમાં, યોનો એપ્લિકેશન આપમેળે તમારા સિમને વેરીફાઈ કરે છે. જો તમારો મોબાઈલ નંબર એસબીઆઈ સાથે રજીસ્ટર નથી અને તમે તે જ નંબર પર YONO એપ ચલાવી રહ્યા છો તો YONO ડાઉનલોડ થઈ જશે પરંતુ સિમ વેરિફાઈ કરી શકશે નહીં. જો એક જ મોબાઈલ નંબર પર એક કરતા વધુ ખાતાઓ રજિસ્ટર હોય, તો તે જ નંબર YONO માં દાખલ કરવો પડશે, જેના પર YONO એપ્લિકેશન ચલાવવાની છે. તેમજ જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.

એસબીઆઈના યોનો અને યોનો લાઈટ વન એપ મોબાઈલ ફોન 'વન યુઝર-વન આરએમએન'ના મૂળભૂત નિયમ સાથે કામ કરશે. એટલે કે, એક રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે, તમે માત્ર એક યોનો એપ ચલાવી શકશો.