khissu

ગુજરાતીઓ સાવધાન, હજુ 36 કલાક સુધી આવો જ માથાભારે વરસાદ ખાબકશે, પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી

હાલમાં આખા ગુજરાતમાં મેઘો મંડાયો છે તો ઘણા જિલ્લામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી સમયમાં ગુજરાતના કયા ભાગોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે અને આજે રાત્રે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વરસાદ સાથે ગાજવીજ અને પવનની ગતિ પણ વધુ રહેવાની છે. ગુજરાતમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4-5 વર્ષનું સૌથી તીવ્ર માવઠું આપણે જોઇ રહ્યા છે. આ માવઠું 24 કલાક સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આજે બપોર પછી મધ્ય ગુજરાતમાં વધુ વરસાદની શરૂઆત થશે. સાથે જ વિઝિબિલિટી હજુ પણ ઘટવાની શક્યતાઓ છે. અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ડભોઇ, કરજણ, જંબુસર આ વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં આવનારા 24થી 36 કલાક દરમિયાન ગાઢ વાદળો જોવા મળશે. સાથે જ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.