વીજચોરીને અટકાવવા માટે ગુજરાત સરકાર નવી યોજના લાવવાની તૈયારીમાં છે જેને સ્કાડા યોજના તરીકે ઓળખવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર હવે જુના મીટરો કાઢી નાંખશે અને તેના બદલે નવા સ્માર્ટ મીટર લગાવશે. જેથી હવે લોકો એક યુનિટની પણ ચોરી નહીં કરી શકે.
દોસ્તો આ સ્કાડા યોજના કેન્દ્ર સરકારની યોજના છે. જે મુજબ 30 જૂન 2021 ના રોજ સરકારે એક નોટિફિકેશન જાહેર કરી હતી. જેમાં ડિસેમ્બર 2023 સુધીમાં દેશમાં 10 કરોડ PSM લગાવવાનો અને ટોટલ 25 કરોડ PSM લગાવવાનનો છે. જેની શરૂઆત 500 AMRUT શહેરોથી થશે. AMRUT શહેરો એટલે વીજ કંપનીને જ્યાં વીજળીની ચોરી, પૈસા ન ભરવા જેવા 15%થી વધુ નુકશાન થતા હોય તેવા શહેરો. જો કે ખેડૂતોને હમણાં PSM લગાવવામાં નહીં આવે. જેનો હવે ગુજરાતમાં પણ અમલ કરવામાં આવશે.
આ માટે હવેથી PSM એટલે કે prepaid smart meter લગાડવામાં આવશે. જે ઈન્ટરનેટ સાથે કનેક્ટ હશે એટલે તમે જેમ સીમ કાર્ડમાં નેટનું બેલેન્સ પુરાવો છો તેવી જ રીતે આમાં પહેલા રિચાર્જ કરવાનું રહેશે અને એ રિચાર્જ મુજબ તમારે બિલ ભરવાનું રહેશે.
આ PSM મીટર માટે એપ્લીકેશન બનાવવામાં આવશે. જેમાં તમે તમારા વીજળીનો રોજેરોજનો વપરાશ જોઈ શકો છો અને તેના માધ્યમથી જ તમે રિચાર્જ પણ કરાવી શકો છો. આમ હવે જો તમે એક પણ યુનિટની ચોરી કરો છો તો તરત જ પકડાઈ જશો.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.