khissu

...તો શું 1 ડીસેમ્બરથી LPG ગેસ સીલીન્ડરના ભાવ ઘટશે? આ રહ્યા કારણો

1 ડિસેમ્બરના રોજ યોજાનારી એલપીજીની સમીક્ષામાં સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટી છે. આ સિવાય આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની જેમ ગેસ પણ સસ્તો કરે તેવી પ્રબળ સંભાવના છે. અગાઉ દિવાળીથી એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

જો કે દિવાળી પહેલા એલપીજી પર ભાવનો બોમ્બ ફૂટ્યો હતો. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 266 રૂપિયાનો જંગી વધારો થયો છે, જોકે રાહતની વાત એ છે કે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજે પણ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2000 રૂપિયાથી વધુ છે. પહેલા તે 1733 રૂપિયા હતો. મુંબઈમાં 1683 રૂપિયામાં ઉપલબ્ધ 19 કિલોનો સિલિન્ડર 1950 રૂપિયાનો થઈ ગયો. તે જ સમયે, કોલકાતામાં 19 કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2073.50 રૂપિયા થઈ ગઈ છે.  હવે ચેન્નાઈમાં 19 કિલોના સિલિન્ડર માટે 2133 રૂપિયા ખર્ચવા પડશે.

જો ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળો ગેસ સિલિન્ડર માત્ર 899.50 રૂપિયામાં મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 1 ઓક્ટોબરના રોજ, માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કોલકાતામાં 926 અને ચેન્નાઈમાં 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડર હજુ પણ 915.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર થઈ જશે.