આજનાં મહત્વના સમાચાર: સોમનાથ મંદિર સોનેથી મઢાશે, હોળી-ધુળેટી બગડશે, વાહનચાલકો, પેન્શનધારકો વગેરે

આજનાં મહત્વના સમાચાર: સોમનાથ મંદિર સોનેથી મઢાશે, હોળી-ધુળેટી બગડશે, વાહનચાલકો, પેન્શનધારકો વગેરે

સોમનાથ મંદિર સોનાથી મઢાશે: હિન્દુઓના પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરને ફરીથી સોનાથી મઢવાની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલે સોમનાથ મંદિરને ફરીથી સોનાથી મઢવાની વાત કરી હતી. ત્યારે 2 દિવસ પહેલા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંદિરના મુકટને સોનાથી જડિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોળી-ધૂળેટીની મજા બગડશે: આ વખતે પણ અમદાવાદની હોળી ધુળેટીની મજા બગડશે. રાજ્યમાં હજી કોરના કેસ નોંધાયા હોવાથી અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબે હોળી ધુળેટીનું આયોજન બંધ રાખ્યું છે. આ વર્ષે પણ અમદાવાદીઓની મજા બગડશે.

ડાકોર પદયાત્રીઓ માટે સેવાકેન્દ્રો શરૂ: ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભક્તિ માર્ગ ઉપર પદયાત્રાની સેવા માટે અગિયારસથી સેવા કેન્દ્રો શરૂ થઈ જશે. અમદાવાદ-ખાત્રજથી ડાકોર માર્ગ ઉપર 175થી વધુ સેવા કેન્દ્ર શરૂ થઈ ગયા છે. જેમાં પદયાત્રિકોને આવકાર સાથે ચા-નાસ્તો, જમવાનું અને મેડિકલ જેવી સુવિધા આપશે.

વાહનચાલકો ચેતજો, નહીંતો દંડ થશે: હવે વાહનચાલકો ગાડીની નંબર પ્લેટ સાથે ચેડાં કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, જો કોઈ પણ વાહન ચાલકની નંબર પ્લેટ વળેલી દેખાશે તો વાહન જપ્ત કરી લેવામાં આવશે અને દંડ પણ ભરવો પડશે.

પેન્શનધારકો માટે મહત્વના સમાચાર: પેન્શનનો લાભ લઇ રહેલા લોકોએ 1 એપ્રિલ પહેલા ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. જો તમામ લાભાર્થીઓના બેન્ક ખાતા આધારકાર્ડ સાથે લીંક નહીં કરો તો આગામી વર્ષમાં પેન્શન મળતું બંધ થઈ જશે.

વિજય રૂપાણી અને નિતીનપટેલ ઘરભેગા: ભાજપ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જૂના નેતાઓની ટીકીટ આપવાના મૂડમાં જણાઈ રહી છે. મહત્વના કહી શકાય તેવા ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ટિકિટ કાપી નવા યુવા ચહેરાઓને ટિકિટ અપાશે.

ગુજરાતમાં હીટવેવની આગાહી: રાજ્યમાં હવામાન વિભાગે 14થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા દર્શાવી છે. હાલ સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.