સોનામાં રૂ.૭૦૦૦ અને ચાંદીમાં રૂ.૧૨,૫૦૦ નો થયો ઘટાડો, રોકાણકારો હાલ રોકાણ કરી લો ૨૦૨૧ માં થશે ભારે વધારો

સોનામાં રૂ.૭૦૦૦ અને ચાંદીમાં રૂ.૧૨,૫૦૦ નો થયો ઘટાડો, રોકાણકારો હાલ રોકાણ કરી લો ૨૦૨૧ માં થશે ભારે વધારો

અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.


થોડા મહિના પહેલા આવેલા કોરોના સંકટને કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી જેથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળ જોવા મળ્યો હતો અને જે કોરોના સંકટ ઓછું થતા જેમ આર્થિક સુધારા થવા લાગ્યા તેમ લોકોએ સોના-ચાંદીને એક સલામત રોકાણના વિકલ્પ તરીકે ધ્યાન માં લેતા હતા.


કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.


સોના-ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળ્યો ?


ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૫૬,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ પ્રતિ ૧ કિલો હતું. જે કોરોના સંકટ પછી ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સોનું ઘટીને રૂ. ૪૮,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૫,૧૫૭ પ્રતિ ૧ કિલો થઈ.


આમ , ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૦૦૦ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ રૂ. ૧૨,૫૦૦ કરતા વધુ ઘટાડો થયો છે.



હવે આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો ?



પાછલા વર્ષોને ધ્યાનમાં લેતાં એવું માનવામાં આવે છે કે આ વર્ષ ૨૦૨૧ માં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના સંકટ ખતમ થતા સોનામાં ભારે ઉછાળ આવી શકે તેમ છે તેઓનું માનવું છે કે ૨૦૨૧ માં સોનું ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૬,૦૦૦ ને પાર થઈ શકે છે ( તેમાં ૫૫% દલાલો નુ માનવું છે કે ભાવ ૬૦-૬૬ હજાર રહશે, જ્યારે  ૪૫% એવું માને છે કે ભાવ ૫૫-૫૮ હજાર ની સપાટી પર રહેશે.) 



૧ કિલો ચાંદી ની વાત કરીએ તો ચાંદીનો ભાવ નવાં વર્ષે એક લાખને પાર પહોંચી શકે છે જેમાં ૨૦ ટકા દલાલો એવું માની રહ્યા છે અને ૮૦%  દલાલોનું કહેવું છે કે ભાવ ૭૫ થી ૮૫ હજાર સુધી રહેશે.



જેથી હાલ ૧૦ ગ્રામ સોનું રૂ. ૫૦,૦૦૦ ના ભાવે ખરીદી કરી રોકાણ કરવું ફાયદાકારક રહેશે. જેવી રીતે ચાંદીમાં પણ ફાયદો થઈ શકે છે. 



દરરોજ નાં સોના ચાંદીના ભાવો જાણવાં માટે Khissu Application ડાઉનલોડ કરી લો.