થોડા મહિના પહેલા આવેલા કોરોના સંકટને કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી જેથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળ જોવા મળ્યો હતો અને જે કોરોના સંકટ ઓછું થતા જેમ આર્થિક સુધારા થવા લાગ્યા તેમ લોકોએ સોના-ચાંદીને એક સલામત રોકાણના વિકલ્પ તરીકે ધ્યાન માં લેતા હતા.
કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.
સોના-ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળ્યો ?
ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે આજ ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સોનું ઘટીને રૂ. ૫૦,૧૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૮૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ , ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ રૂ. ૯,૯૦૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ રૂ. ૧૦,૦૦૦ ₹ કરતા વધુ ઘટાડો થયો છે.
ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૨૯-૦૧-૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૭.૮૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૪૨.૪૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૭૮.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૭૮૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૭,૮૦૦.૦૦ રૂપિયા
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૧૪.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૮,૫૧૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૮,૧૪૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૧,૪૦૦.૦૦ રૂપિયા
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૫,૦૧૪.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૪૦,૧૧૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૫૦,૧૪૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૫,૦૧,૪૦૦.૦૦ રૂપિયા
હવે આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો ?
પાછલા વર્ષોને ધ્યાનમાં લેતાં એવું માનવામાં આવે છે કે આ વર્ષ ૨૦૨૧ માં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના સંકટ ખતમ થતા લોકોએ સોનામાં રોકાણ કર્યું હતું જે ને કારણે હવે તેમ ભારે ઉછાળ આવી શકે તેમ છે તેઓનું માનવું છે કે ૨૦૨૧ માં સોનું ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૦,૦૦૦ ને પાર થઈ જશે તેથી હાલ રૂ. ૫૦,૦૦૦ ના ભાવે રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.