khissu

કામની વાત: હવે ATM વગર પણ પૈસા ઉપાડી શકશો, આવી ગઈ છે નવી પધ્ધતિ

ATM માથી પૈસા ઉપાડવા માટે હવે ડેબિટ કાર્ડની જરૂર નહિ રહે. તમે upi એપ થ્રું ક્યુઆર કોડ સ્કેન કરીને ATM માંથી પૈસા ઉપાડી શકશો. તાજેતરમાં ATM બનાવવા વાળી કંપની એનસીઆર કોર્પોરેશન કંપનીએ હાલમાં UPI પ્લેટફોર્મ પર આધારિત ICCW સોલ્યુશન લોન્ચ કર્યું છે.

નવા ATM થી કેવી રીતે પૈસા ઉપાડી શકશો: નવા ATM માંથી પૈસા ઉપાડવા માટે પહેલા તમારે સ્માર્ટ ફોનમાં કોઈ પણ upi એપ જેવી કે BHIM, Paytm, GPAY, PHON PAY,  AMAZON એપને ઓપન કરવી પડશે. ATM મશીન પર આવેલા કયુઆર કોડને સ્કેન કરવો પડશે. ત્યાર બાદ તમારે ATM માંથી કેટલા રૂપિયા ઉપાડવા છે તે દાખલ કરવા પડશે. ત્યારબાદ પ્રોસિડ નુ બટન ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમને મોબાઈલમાં 4 થી 6 આંકડાનો upi pin માંગશે. જેને એન્ટર કરવાથી કેશ ATM માંથી મળી જશે. શરૂઆત માં એક વાર ફકત 5 હજાર રૂપિયા વિથડ્રો કરી શકશો.

ATMs અપગ્રેડ કરવામાં આવશે :-

ICCW (ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોલ) સોલ્યુશન થી બનેલા ખાસ એટીએમ મશીન ને ઇન્સ્ટોલ કરવા માટે CITI UNION BANK એ એનસીઆર કોર્પોરેશન સાથે હાથ મિલાવ્યો છે. અત્યાર સુધીમાં 1500 થી વધુ ATM મશીન અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે.

Upi શું છે ? કંઈ રીતે કામ કરે છે :-

યુનિફાયડ પેમેન્ટ ઇન્ટરફેસ (upi) એ એક પેમેન્ટ સિસ્ટમ છે જે મોબાઈલ એપ દ્વારા બેંક એકાઉન્ટ માંથી બીજાના બેંક એકાઉન્ટમાં ઝડપથી પૈસા ટ્રાન્સફર કરે છે. તમારે ફકત upi ને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવાનું હોય છે.

UpI એકાઉન્ટ કંઈ રીતે બનાવવું :-

જો તમારે upi એકાઉન્ટ બનાવવું છે તો તમારે મોબાઈલ માં ગૂગલ પે,ફોન પે, પેટીએમ, વગેરે વેરીફાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ તમારું એકાઉન્ટ એડ કરવાનું હોય છે. ત્યાર બાદ તેમાં તમારી બેંક સર્ચ કરી તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે. જો તમારું એકાઉન્ટ મોબાઈલ નંબર સાથે લિંક હશે તો તમારું બેંક એકાઉન્ટ બતાવશે. ત્યાર બાદ પૈસા ટ્રાન્સફર કરવા માટે atm કાર્ડની ડીટેલ નાખવાની રહેશે. જેથી તમારું upi એકાઉન્ટ બની જશે.

આ નવી માહિતી ગુજરાતનાં દરેક મિત્રો જાણી શકે તે માટે બને તેટલી શેર કરો.