khissu

ખાસ નોટિસ: ગુજરાતમાં આવતી કાલથી 1 અઠવાડીયા સુધી માર્કેટ યાર્ડો બંધ, જાણો શા માટે?

એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઊંઝા આગામી ૮ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડ આવતી ૨૫ માર્ચ ૨૦૨૧ થી ૧ એપ્રિલ ૨૦૨૧ સુધી બંધ રાખવાનો નિર્ણય ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ઊંઝા સહિત સૌરાષ્ટ્ર અન્ય માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમકે મહુવા માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ, મહેસાણા માર્કેટિંગ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડ વગેરે માર્કેટિંગ યાર્ડ બંધ કરવાનો નિર્ણય એપીએમસી દ્વારા લેવામાં આવ્યો છે. 

શા માટે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવશે ?

દર વર્ષે વેપારીઓ ધંધાના હિસાબો વર્ષના છેલ્લા દિવસોમાં કરતાં હોય છે એટકે કે માર્ચ એન્ડીગમાં કરતાં હોય છે તેથી માર્કેટ યાર્ડો બંધ રાખવામાં આવે છે. દર વખતે માર્કેટિંગ યાર્ડમાં ૫ થી ૭ દિવસ  માટે કામ બંધ રહેતું હોય છે, પરંતુ આ વખતે ૮ દિવસ કામ બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયાળી, ઇસબગુલ, રાયડો, એરંડો જેવા પાકની હરરાજી કરવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા માર્ચ એંન્ડીગ રજાઓ અંગે નીચે મુજબની નોટિસ જાહેર કરવામાં આવી છે :-

આથી મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂત ભાઈઓ તથા તમામ વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવે છે કે આગામી માર્ચ એન્ડિંગ માં તારીખ ૨૯/૩/૨૧ સોમવાર થી તારીખ ૩૧/૩/૨૧ બુધવાર સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તેમજ ઓફિસનુ વહીવટી કાર્ય શરૂ રહેશે તેની તમામ વેપારીઓએ નોંધ લેવી. તેમજ તારીખ ૧/૪/૨૧ ગુરુવારથી હરાજી નું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે જેની ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓએ નોંધ લેવી.

ગોંડલનું યાર્ડ અને રાજકોટ યાર્ડ દ્વારા માર્ચ એંન્ડીગ રજાઓ અંગે નીચે મુજબની નોટિસ જાહેર કરવામાં આવી છે :-

ગોંડલનું યાર્ડ અને રાજકોટ યાર્ડ ૧ એપ્રિલ સુધી બંધ માર્ચ એન્ડીંગના કારણે સૌરાષ્ટ્રનું ગોંડલ યાર્ડ અને રાજકોટ યાર્ડ ૧ એપ્રિલ સુધી બંધ રાખવાનો સત્તાધિશો દ્વારા નિર્ણય કરાયો છે . ગોંડલ માર્કેટિંગ યાર્ડ ૨૫ માર્ચથી ૧ એપ્રિલ સુધી અને રાજકોટ યાર્ડ ૨૩  માર્ચથી ૧ એપ્રિલ સુધી બંધ રહેશે . ૧ એપ્રિલે નવા પાકની આવકને  પ્રવેશ આપવામાં આવશે અને ૨ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરાશે . બંધ દરમિયાન કોઇ ખેડૂતોએ પાક લઇને નહીં આવવા અનુરોધ કરાયો છે .