SSC ના વિદ્યાર્થીઓ ટ્વિટર પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે વિરોધ ?

SSC ના વિદ્યાર્થીઓ ટ્વિટર પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે વિરોધ ?

રોજગારીનો મુદ્દો એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાયો છે. ટ્વિટરથી લઈને યૂટ્યૂબ સુધી યુવાનો રોજગાર માટે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીને નિશાનો સાધી રહ્યા છે. રવિવારથી જ હેશટેગ #modi_rojgar_do ટ્વિટરની સાથે સાથે યુટ્યૂબ પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે રહ્યો છે. 

ટ્વીટર પર તો #modi_rojgar_do રોજગારની રોજગાર એટલી ધમાલ મચી રહી છે કે દિવસમાં ૨૦ લાખથી પણ વધુ લોકો ટ્વીટ કરી રહ્યા છે. આ કેમ્પેઈનમાં યુવાનો અને વિદ્યાર્થીઓ તો છે જ પણ સાથે સાથે એવા ટીચર પણ છે કે જે ઓનલાઈન કોચિંગ કરાવે છે. આ લોકોનું કહેવું છે કે આ હેશટેગની તો હજી શરૂઆત જ થઇ છે અસલી ધમાલ તો 25 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી શરૂ થશે જેમાં આ કેમ્પઈનને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો પ્લાન છે.

મંત્રાલયોમાં બીજી અને ત્રીજી શ્રેણીના પદો માટે ભરતી થતી હોય છે અને તે માટે એક પરિક્ષા લેવાતી હોય છે જેનું નામ છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL). દર વર્ષે લાખો લોકો તેમાં ભાગ લે છે. આ પરીક્ષા લેવાની જવાબદારી સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની હોય છે. બે વર્ષ પહેલાં એટલે કે 2019 માં  CGL ના ટિયર-2 ની પરીક્ષા કરવાની ઘોષણા થઈ હતી જે નવેમ્બર 2020 માં ત્રણ ચરણ ની અંદર પરીક્ષા યોજાઇ હતી અને ૧૯ ફેબ્રુઆરીએ તેનું પરિણામ રજુ થયું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ કેમ્પેઈન ચાલુ થયું હતું.

પરીક્ષાના પરિણામો નો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે કે 18 નવેમ્બર નું પેપર પેપર નું પેપર પેપર બિલકુલ સરળ હતું અને વિદ્યાર્થીઓએ સારો એવો સ્કોર પણ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ તો 200 ગુણના પેપર માં પુરે પુરા ગુણ મેળવ્યા હતા પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યું તો એવા કેટલાય વિદ્યાર્થીઓ નું કલેક્શન કલેક્શન થયું નહીં કે જેઓએ સારા એવો સ્કોર કર્યો હતો. આ ઉપર વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો કે 18 નવેમ્બરે રજુ થયેલ કટઓફ કરતાં 100 માર્ક્સ કાપી નાખ્યા છે. જ્યારે 15 અને 16 નવેમ્બરે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેઓના 70 થી 80 માર્ક્સ વધારી દીધા હતા જેથી સમજાતું ન હતું કે આવું કેમ થયું.

આ સમગ્ર મામલો ધ્યાને લેતા શનિવાર અને રવિવાર થી ટ્વિટર પર જુદા જુદા પ્રકારના ટ્વિટની સાથે #modi_rojgar_do હેશ ટેગ જોવા મળ્યો. તો બીજી બાજુ યૂટ્યૂબ પર શિક્ષકોએ મોરચો સંભાળ્યો. સરકારી નોકરીઓથી જોડાયેલી પરીક્ષાઓ માટે ઓનલાઈન કોચિંગ ચલાવવા વાળા એક શિક્ષક અભિનય શર્માએ શનિવાર અને રવિવારે એક યૂટ્યૂબ વિડીયો અપલોડ કર્યો જેમાં કેન્દ્ર સરકાર અને એસએસસી પર ઘણા સવાલો ઉઠાવ્યા. યૂટ્યૂબ પર અભિનય સર સિવાય બીજા ઘણા શિક્ષકો પણ જોડાયા હતા.

જોકે રવિવારે #modi_rojgar_do ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ પર રહ્યું. આ કેમ્પઇન પર આવી રહેલી પ્રતિક્રિયાઓ જોઈને વિરોધી દળના નેતાઓએ પણ આ હેશટેગ ને આગળ વધાર્યો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું.