રાજ્યમાં 23 ઓક્ટોબરથી સ્વાતિ નક્ષત્ર નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ઘણાં લોકો સ્વાતિ ને સૂવાત તરીકે પણ ઓળખે છે.
સ્વાતિ નક્ષત્ર ને વરસાદ નું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે.
સ્વાતિ નક્ષત્ર નું વાહન ભેંશ છે.
જો કે ચોમાસા વિદાય વખતે આવતું આ સ્વાતિ નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે, અને આ વર્ષે 2020 માં વાત કરીએ તો વરસાદ ની શક્યતા ઓ નહીવત છે.
સ્વાતિ નક્ષત્રમાં કોઈ મોટા વરસાદ ની શક્યતા નથી, જોકે કોઈ ગણ્યાગાંઠ્યા એક -બે વિસ્તારમાં સામાન્ય હળવો વરસાદ પડે તો પડે બાકી કોઈ શક્યતા નથી.
સ્વાતિ નક્ષત્રમાં ઠંડી ની શરૂઆત થઈ જશે અને હવામાન વિભાગની આગાહી મુજબ ૧૫ નવેમ્બરથી રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થઈ જશે અને આ વર્ષે લા-નીના ની અસર ને કારણે ઠંડીનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે ગયા વર્ષ કરતાં.
અને રાજ્યમાં 1 થી 5 નવેમ્બરમાં પણ વરસાદ ની શક્યતા નહીંવત્ ગણી શકાય.
ખેડૂત મિત્રો વરસાદ ની ચિંતા કર્યા વગર હવે પોતાનાં ખેતી કામ પતાવી શકે છે.